Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

રાજકોટમાં ૧૬ વર્ષની બાળા કુંવારી મા બનીઃ તપાસનું પગેરૃ પોરબંદર સુધી પહોંચવાની વકી

સગાના ઘરે રોકાવા ગઇ હતીઃ બાળક કોનું તે જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યોસગાના બે છોકરાઓને કારણે આવી હાલત થયાનું બાળાનું રટણ!

રાજકોટ તા. ૧: શહેરના મોરબી રોડ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની એક બાળાને ગઇકાલે પેટમાં દુઃખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલ ઝનાના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. અહિ તપાસમાં તેના પેટમાં ૯ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. એ પછી રાત્રીના તેણીએ બાળક (પુત્ર)ને જન્મ આપ્યો હતો. તે કુંવારી મા બની હોઇ તબિબે પોલીસને જાણ કરી હતી. બાળા કુંવારી મા બની તેની તપાસનું પગેરૃ પોરબંદર સુધી પહોંચવાની વકી છે.

સોળ વર્ષની બાળાએ પુત્રને જન્મ આપ્યો હોઇ અને અગાઉ તે પોરબંદર સગાને ત્યાં ગઇ ત્યારે સગાના બે છોકરા મારફત જ પોતે સગર્ભા થયાનું તેણીએ કહેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોરબંદર પોલીસને જાણ કરી હતી. આ બાળાના સગા કે જે પોરબંદર રહે છે તેનું ઓપરેશન કરાવ્યું હોઇ જેથી મદદ કરવા માટે તેણી ત્યાં રોકાઇ હતી. એ પછી હાલમાં તે રાજકોટ માતા-પિતા સાથે રહેતી હતી. ગઇકાલે તેણીને પેટના દુઃખાવા સાથે દાખલ કરાઇ હતી અને બાળકને જન્મ આપ્યો હતો. બાળાએ કહ્યું હતું કે પોરબંદરમાં સગાના ઘરે હતી ત્યારે સગાના જ બે છોકરાઓને લીધે પોતાની આ હાલત થઇ હતી. પોરબંદર પોલીસ આ બાળક કોનું એ જાણવા ડીએનએ સહિતની કાર્યવાહી કરાવે તેવી શકયતા છે. આ બનાવમાં હાલ કોઇ ગુનો નોંધાયો નથી. જાણવા જોગ એન્ટ્રી રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોરબંદર પોલીસમાં નોંધાવી હોઇ જેથી તપાસ હવે હાથ ધરાશે.

(1:08 pm IST)