Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

બાળા પર નજર બગાડનારા કરિયાણાના ધંધાર્થી રિપલ શોભાસણાને પાસામાં ધકેલાયો

નવા કાયદા હેઠળ કાર્યવાહીઃ દિવાળી જેલમાં વીતી જશેઃ ેપીઆઇ એ. એસ. ચાવડા અને પીઆઇ આર. વાય. રાવલે વોરન્ટની બજવણી કરી

રાજકોટ તા. ૧: શહેરમાં રહેતા એક પરિવારની બાળકી કરિયાણાની દુકાને વસ્તુ લેવા જતા તેની સાથે શારીરિક અડપલા કરી છેડતી કરવાના ગુન્હામાં પકડાયેલા રીપલ મગનલાલ શોભાસણા-(પટેલ) (ઉ.વ.૫૧- રહે. નંદવિલેજ ટાવર નંબર-૬, ફલેટ નંબર-૬૨૩, પાટીદાર ચોક, સાધુવાસવાણી રોડ)ને નવા કાયદા હેઠળ પાસામાં ધકેલવાની દરખાસ્ત ડીસીપી મનોહરસિંહ જાડેજા,એસીપી પી.કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એ.એસ.ચાવડા દ્વારા તૈયાર કરી મોકલવામાં આવતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરંટ ઇસ્યુ કરતા રિપલને પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ જેલ ખાતે મોકલી દેવાયો છે.

આ વેપારીએ પોતાની દૂકાનમાં બાળાને બોલાવી સીસીટીવી કેમેરા બંધ કરી દઇ તું કેમ હમણા આવતી નથી...કહી અડપલા કરતાં બાળા હેબતાઇ ગઇ હતી. બીજી વાર એ દૂકાને વસ્તુ લેવા જવાની ના પાડતાં પરિવારજનોએ ફોસલાવીને પુછતાં પોતાની સાથે જે થયું તેની વિતક વર્ણવતા કરિયાણાના વેપારી રિપલ શોભાસણા વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવાઇ હતી.

 આ કામગીરી પીઆઇ એ. એસ. ચાવડ, આર.વાય.રાવલ (પી.સી.બી. શાખા), પીએસઆઇ એ.બી.જાડેજા, હેડકોન્સ. ગીરીરાજસિંહ સજજનસિંહ, હરપાલસિંહ જશુભા, યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ, રાજેશભાઇ નાગદાનભાઇ, કોન્સ. લક્ષ્મણભાઈ રાણાભાઇ, જેન્તીગીરી રેવતીગીરી, બળભદ્રસિંહ સુરૂભા, સહદેવસિંહ ધર્મેન્દ્રસિંહ, દિપકભાઇ, બ્રીજરાજસિંહ ઇન્દ્રસિંહ તેમજ પીસીબીના હેડકોન્સ. રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા તથા મનીષાબેન સહિતે કરી હતી. 

(1:10 pm IST)