Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

દિવાળી પર્વ ઉજવો મોટેલ ધી વિલેજ ને સંગ

સ્વીમીંગપુલવાળા પ્રેસિડેન્શીયલ સ્યુટ, સ્વાદીષ્ટ વાનગીઓ, કઠપુતળી, રાજસ્થાની નૃત્ય, કુંભારવાળો, આઉટડોર ગેમ સહિતની વસ્તુઓનો આનંદ માણો

રાજકોટઃ તા.૧, અધર્મ ઉપર ધર્મનો વિજયનું પ્રતિક એટલે દિવાળી ભગવાન શ્રી રામ અધર્મ, અસત્યનો નાસ કરી ૧૪ વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પહોંચે છે. ત્યારે પ્રજા શ્રીરામ ભગવાનના સ્વાગતમાં રંગોળી સજાવટ દીપ  પ્રજવલીત કરેલ ત્યારથી આ તહેવાર દિવાળી તરીકે ઉજવાય છે. આ વર્ષે પણ ૪ નવે. થી ૮ નવે. સુધી દિવાળીનો તહેવાર  આવી રહેલ છે દર વર્ષની જેમ જ મોટેલ ધ વિલેજ પણ ધામધુમ પૂર્વક દિવાળી ઉજવવા તૈયાર છે. કુદરતી લીલાછમ વાતાવરણમાં ઉત્કૃષ્ટ મનોરંજન, સ્વાદિષ્ટ વાનગી ના રસથાળથી એમ.ટી.વી.આ તહેવારને ચારચાંદ લગાવીને યાદગાર બનાવી દેશે.

એમ.ટી.વી.ના આકર્ષણો જેવા કે કઠપુતળી, રાજસ્થાની નૃત્ય, કુંભારવાળો, જયોતિષ મહારાજ, ગઝલ સિંગર, ટેટૂ આર્ટિસ્ટ, ડિસ્કો થેક, સેલ્ફી ઝોન, ગેમ ઝોન, આઉટડોર ગેમ સાથે તહેવારનો આનંદ માણી શકાશે.

પૌષ્ટીક, સ્વાદિષ્ટ વાનગીઓના રસથાળ સાથે સ્વાગત કરવા તેૈયાર હોવાનું અને તહેવારના આનંદને વધારી દેશે આલાકોર્ટે મેનુ સાથે બુફે ડિનરનો પણ લાભ લઇ શકાશે.

ઘરથી દુર એક ઘર એમ.ટી.વી.ના પર્સનલ સ્વીમીંગ પુલવાળા પ્રેસિડેન્યિશયલ સ્યુટ, ડીલક્ષ રૂમના બ્રેકફાસ્ટ અને બુફે ડિનર સાથેના આકર્ષક પેકેજ પણ ઉપલબ્ધ છે. એમ.ટી.વી.ના નૈસર્ગીક વાતાવરણમાં તહેવારનો આનંંદ માણવા યાદીના અંતમાં જણાવાયું છે. આ અંગે વધુ વિગત માટે મો.૯૪૨૭૫ ૬૪૦૬૧, ૭૯૮૪૭ ૭૪૩૩૬, ૯૭૨૭૨ ૩૩૨૯૭

(1:11 pm IST)