Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

દિવાળી અંતર્ગત ધર્મજીવન સોસાયટી મેઇન રોડ પર ભકિતનગર પોલીસનો દરોડો

બૂટલેગરોને લડી જ લેવું છે, પોલીસ પણ ઢીલુ મુકવાના મૂડમાં નથીઃ ૧ાા લાખનો દારૂ ભરેલી સ્કોર્પિયો સાથે મામદ પકડાયો

વિનોદનગરના શખ્સ પાસેથી કુલ ૪.૫૩ લાખનો મુદ્દામાલ કબ્જેઃ પીઆઇ જે.ડી. ઝાલા, પીએસઆઇ એમ. જે. હુણ અને ટીમની કાર્યવાહીૅં કોન્સ. ભાવેશભાઈ મકવાણાની બાતમી

રાજકોટ તા. ૧: દિવાળી તહેવાર અંતર્ગત પ્યાસીઓની પ્યાસ બુઝાવવા નાના મોટા બૂટલેગરો બેફામ બની ગયા છે. પોલીસ પણ જરાય ઢીલુ મુકવાના મૂડમાં ન હોય તેમ રોજબરોજ છુટક અને જથ્થાબંધ દારૂ પકડી રહી છે. તહેવાર અંતર્ગત પેટ્રોલિંગ દરમિયાન ભકિતનગર પોલીસે કોન્સ. ભાવેશભાઈ મકવાણાની બાતમી ધર્મજીવન સોસાયટી મેઇન રોડ પરથી દારૂનો જથ્થો ભરેલી સ્કોર્પિયો સાથે વિનોદ નગરના શખ્સને પકડી લીધો છે.

પોલીસે બાતમી આધારે મહંમદ ઉર્ફે મામદ હાસમભાઇ રાવકઇડા ((ઉ.વ. ૨૭ રહે- વિનોદનગર આવાસ યોજના કર્વાટર બ્લોક નં.૪ કર્વાટર નં.૨૨૩ રાજકોટ મુળ- વેરાવળ તા. જામજોધપુર, જી.જામનગર)ને પકડી મેકડોવેલ્સ વ્હીસ્કીની ૧૯૨ બોટલ રૂા. ૯૬,૦૦૦ની અને ઓલ સિઝન વ્હીસ્કીની ૯૬ બોટલો રૂા ૫૭,૬૦૦ની કબ્જે કરી ૩ લાખની સ્કોર્પિયો કાર જીજે૦૩ડીએન-૫૦૦૩ મળી કુલ રૂા. ૪,૫૩,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસ કમીશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ એહમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડએ દિવાળીના તહેવાર અનુસંધાને રાજકોટ શહેર વિસ્તારમાં સુલેહ શાંતી જળવાય રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સધન પેટ્રોલીંગ કરી  દારૂના કેસો શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હોઇ તે અંતર્ગત પીઆઇ જે.ડી. ઝાલાની રાહબરીમાં પો.સબ.ઇન્સ. એમ.જે.હુણ, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, રણજીતસિંહ પઢારીયા તથા કોન્સ. ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, વિશાલભાઇ દવે તથા હિતેન્દ્રસિંહ ઝાલાએ આ કામગીરી કરી આરોપીની વધુ પુછતાછ હાથ ધરી છે.

તાલુકા પોલીસે ૧૨ બોટલ સાથે હિતેષને પકડ્યો

અન્ય દરોડામાં તાલુકા પોલીસ મથકના આર. બી. જાડેજા, મનિષભાઇ સોંઢીયા અને ધર્મરાજસિંહ રાણાની બાતમી પરથી વિરડા વાજડી આશુતોષ સ્કૂલ રોડ પરથી વિરડા વાજડીના હિતેષ ભીખુભાઇ વાઢીયા (ઉ.૩૦) નામના રિક્ષા ચાલકને રૂા. ૬૦૦૦ના ૧૨ બોટલ દારૂ સાથે પકડી લેવાયો છે. તે થેલો લઇને ઉભો હોવાની માહિતી પરથી પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ એન. કે. રાજપુરોહિત, મોહસીનખાન મલેક, હરસુખભાઇ, લાલજીભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

કુવાડવા પોલીસે બે બાટલી સાથે સંજયને પકડ્યો

અન્ય દરોડામાં કુવાડવા રોડ પોલીસ મથકના કોન્સ. દેવેન્દ્રસિંહ જાડેજા અને મુકેશભાઇ સબાડની બાતમી પરથી સણોસરા ગામના સંજય વિનુભાઇ થોરીયા (ઉ.૨૭)ને તેના ગામના સ્કાયવિન કારખાના પાસેથી રૂા. ૧૦૦૦ના બે બોટલ દારૂ સાથે પકડી જીજે૦૩સીએન-૬૫૫૪ નંબરનું બાઇક તથા મોબાઇલ ફોન કબ્જે કરાયો છે. ઇન્ચાર્જ પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં પીએસઆઇ પી. જી. રોહડીયા, હિતુભા ઝાલા, જયંતિભાઇ, વિદેવસિંહ, મનવીરભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(1:11 pm IST)