Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

જ્વેલરી માર્કેટમાં તેજીનો પવન ફુંકાશે ભાવમાં નરમાઇથી ધૂમ ખરીદીની આશા

આ વર્ષના તહેવારની જ્વેલરીનું વેચાણ 2019ના કોવિડ પહેલાના સ્તરે પહોંચશે.

રાજકોટ :દિવાળી પર્વે જવેલરી માર્કેટમાં તેજીનો પવન ફુંકાશે , કોવિડ-19ની ત્રીજી લહેર ધીમી પડવાના ડરથી લોકોમાં તહેવારોની સિઝનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે જ આ સમયે સોનાના ભાવમાં પણ નરમાઈ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં જ્વેલરી માર્કેટમાં તેજ રહેવાની ધારણા છે

 જ્વેલરી ઉદ્યોગની એક સંસ્થાએ જણાવ્યું હતું કે એવી અપેક્ષા છે કે આ વર્ષના તહેવારની જ્વેલરીનું વેચાણ 2019ના કોવિડ પહેલાના સ્તરે પહોંચશે. તેનું કારણ એ છે કે હાલમાં 10 ગ્રામ સોનાની કિંમત 22 કેરેટ દીઠ 46,000-47,000 રૂપિયા છે, જે 2020ની સરખામણીમાં લગભગ 5 ટકા ઓછી છે. આ સાથે હવે લગ્ન અને લગ્ન પ્રસંગોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

(1:36 pm IST)