Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

ધનતેરસ પહેલા વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં દબાણ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ડિસેમ્બર ફ્યુચર સોનાની કિંમત 0.1 ટકા વધીને 47,695 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ

રાજકોટ : સોનું અને ચાંદી ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ધનતેરસ પહેલા ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, ડિસેમ્બર ફ્યુચર સોનાની કિંમત 0.1 ટકા વધીને 47,695 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. શુક્રવારે સોનાની કિંમતમાં 0.75 ટકાનો ઘટાડો થયો હતો. ધનતેરસ પહેલા, ડિસેમ્બર વાયદા ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 0.16 ટકાનો ઘટાડો થયો છે. ચાંદીના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો નોંધાયો છે

(1:38 pm IST)