Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

ફટાકડાના વેંચાણમાં નિયમોનું પાલન થાય છે કે નહિ? તે જોવા ડીસીબી-એસઓજીની ૧૦ ટીમોએ ચેકીંગ કર્યુ

રાજકોટઃ દિવાળીના તહેવાર અંતર્ગત  ફટાકડા વેંચવા અંગે અને ફોડવા અંગેના જાહેરનામાનો કડક અમલ કરાવવા પોલીસ કટીબધ્ધ બની છે. અમુક પ્રકારના ફટાકડા વેંચવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો છે.  તેમજ લાયસન્સ વગર કોઇપણ ફટાકડા ન વેંચે તેમજ સુપ્રિમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ ફટાકડાનું વેંચાણ થાય તે અંગે ખાસ તપાસ કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સુચના આપી હોઇ આજે શહેર ક્રાઇમ બ્રાંચ, એસઓજીની ૧૦ ટીમોએ ફટાકડા વેંચાણના સ્થળોએ ચેકીંગ કર્યુ હતું. જ્યાં લાયસન્સ, સ્ટોક, ફાયર સેફટીના સાધનો સહિતની બાબતોનું ચેકીંગ કરાયું હતુ઼.

(2:58 pm IST)