Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

જિલ્લા પંચાયત ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી

 રાજકોટઃ  જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર જણાવે છે કે તા.૩૧ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અંતર્ગત જીલ્લા પંચાયત ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.  આ તકે ભુપતબોદર, ડી.ડી.ઓ. દેવ ચૌધરી, ઉપપ્રમુખ સવીતાબેન નાથાભાઈ વસાણી, કારોબારી ચેરેમન સહદેવસિહ જાડેજા, ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઈ દાફડા, સંજયભાઈ રંગાણી, કેયુરભાઈ ઢોલરીયા, રાજેશભાઈ ચાવડા, નરેન્દ્રસિહ જાડેજા, વિજયભાઈ કોરાટ, જે.કે. પીપળીયા, મહેશ આટકોટીયા, રસીકભાઈ ખુંટ, બાબુભાઈ મોલીયા, છગનભાઈ સખીયા, સંજય ચાવડા, સંજય મોલીયા, સલીમભાઈ તેજાણી, હરીભાઈ બોદર, નીલેશ ખુંટ સહીતના ઉપસ્થિત રહયા હતા. એસ.પી.જી. ગ્રૂપ સરદાર પટેલ જયંતી અંતર્ગત એકતા યાત્રાનું સ્વાગત કરી પુષ્પાંજલી અર્પણ કરી હતી.

(3:01 pm IST)