Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

તારી ગાડી મારી ગાડી સાથે ભટકાય જાત'તો કહી હર્ષીતભાઇને અનીલે ધમકી આપી કારનો કાચ ફોડયો

ગોંડલના જૂનુ દેવચડી ગામ નજીક શીવરાજગઢ ત્રણ રસ્તા પાસે બનાવઃ અનિલ ઉર્ફે નીલેષ સામે ગુનો

રાજકોટ તા. ૧ :.. ગોંડલના જુનુ દેવચડી ગામ નજીક શીવરાજગઢ ત્રણ રસ્તા પાસે અલ્ટો કાર ચાલકને આંતરી સુમોના ચાલકે અકસ્માત થવા બાબતે ધમકી આપી કારનો કાચ ફોડી નાખતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલના શીવરાજગઢમાં રહેતા હર્ષીત ગોવિંદભાઇ રૈયાણી (ઉ.વ.ર૦) એ ગોંડલ દેવચડી ગામના અનીલ ઉર્ફે નીલેષ ખીમજીભાઇ ચાંડયા સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. હર્ષીતે ફરીયાદમાં જણાવ્યું છે કે, હું તથા કૌટુંબીકભાઇ કિશોરભાઇ શામજીભાઇ રૈયાણી બંને પોતાની જીજે-૬-ડીજી-૧૪ર૪ નંબરની અલ્ટો કાર લઇને જુના દેવચડી ગામે ગેબનશાહ પીરની દરગાહએ દર્શન કરવા ગયા હતાં. દર્શન કરી પરત આવતા હતા ત્યારે શીવરાજગઢ જવા માટે ત્રણ રસ્તા પર પહોંચેલ ત્યારે દેવચડી ગામ તરફથી એક ટાટા સુમો શીવરાજગઢ ગામ તરફ રોડ પરજ હતી. જેથી મેં મારી ગાડી તુરંત બ્રેક મારી ઉભી રાખેલ ત્યારે સુમોના ચાલકે પોતાની સુમો દેવચડી ગામ તરફ રીવર્સ લઇને મારી કાર આડી ઉભી રાખી કહેલ કે 'તારી ગાડી મારી ગાડી સાથે એકસીડન્ટ થઇ જાતા' તો અને તારી પાસે લાયસન્સ છે. નહી અને દારૂ પીને તુ ગાડી ચલાવે છે. તેમ કહી ઉશ્કેરાઇને ગાળો દઇ મારી કારના આગળના કાચમાં ધુંધો મારી કાચ તોડી નાખ્યો હતો. બાદ મને ડર લાગતા દેવચડી ગામના લાલજીભાઇ ધોણીયા અને વિશાલભાઇને ફોન કરી બોલાવતા બંને સ્થળ પર પહોંચી સુમોના ચાલકેન સમજાવેલ અને કહેલ કે સમાધાન કરવુ હોય તો પૈસા દેવા પડશે પૈસા નહી આપો તો જોયા જેવી થશે અને જાનથી મારી નાખીશ તેમ કહી સુમો લઇને નાસી ગયો હતો. મે તપાસ કરતા ટાટા સુમોનો ચાલક અનીલ ઉર્ફે નીલેષ ખીમજીભાઇ ચાંડયા (રહે. દેવચડી ગામ તા. ગોંડલ) નો હોવાનું જાણવા મળતા  ગોંડલ સીપી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. ડી. બી. ખાચરે તપાસ હાથ ધરી છે.

(3:02 pm IST)