Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

અમરનગરના કિશન ચણીયારાએ સગીરાને લગ્નની લાલચ દઇ ફસાવી બળાત્કાર ગુજાર્યો

ગઇકાલે અપહરણ કરી લઇ ગયો'તોઃ ભકિતનગર પોલીસે અપહરણ, બળાત્કાર, પોકસોની કલમ હેઠળ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧: દૂધ સાગર રોડ અમરનગર ખાડામાં ગુ. હા. બોર્ડ કવાર્ટરમાં રહેતાં શખ્સે એક સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ફસાવ્યા બાદ ગઇકાલે તેણીને ભગાડી જઇ તેમજ અગાઉ અવાર-નવાર શરીર સંબંધ બાંધી લીધા હોઇ પોલીસે અપહરણ, બળાત્કાર, પોકસોની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

આ બનવામાં ભકિતનગર પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી અમરનગરના ખાડામાં ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતાં કિશન ભરતભાઇ ચણીયારા નામના શખ્સ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) તથા પોકસો એઠળ ગુનો નોંધ્યો છે.

ફરિયાદીએ પોલીસને કહ્યું છે કે હું છુટક કામ કરુ છું અને મારે પાંચ સંતાન છે. એકાદ મહિના પહેલા અમે જ્યાં રહેતાં હતાં એ વિસ્તારમાં પડોશી મારફત જાણવા મળેલુ કે મારી ૧૪૫ વર્ષની દિકરીને કિશન ચણીયારા નામના છોકરા સાથે પ્રેમસંબંધ છે. આથી અમે દિકરીને ઠપકો આપી છોકરા સાથે આવો સંબંધ ન રાખવા સમજાવી હતી અને સમાજમાં બદનામીના ડરને લીધે મકાન ખાલી કરી બીજે રહેવા જતાં રહ્યા હતાં.

દરમિયાન આજે (૩૧/૧૦)ના સવારે  જાગીને જોતાં મારી દિકરી પથારીમાં જોવા ન મળતાં અમે આસપાસમાં તપાસ કરી સગાઓને ફોન કરી પૃછા કરી હતી. પર઼તુ દિકરીનો પત્તો લાગ્યો નહોતો. એ પછી અમને શંકા ઉપજી હતી કે અમારી દિકરીને કિશન જ ભગાડી ગયો હશે. તપાસ કરતાં હતાં ત્યાં દિકરી પાછી આવી ગઇ હતી. તેને અમે પુછતાછ કરતાં કહ્યું હતું કે તે કિશનના ઘરે જ હતી. એકાદ મહિના પહેલા તેણે લગ્નની લાલચ આપી અવાર-નવાર શરીર સંબંધ બાંધી લીધા છે. તેવી વાત પણ દિકરીએ કરી હોઇ અમે ફરિયાદ નોંધાવી છે.

પીઆઇ જે. ડી. ઝાલા, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:03 pm IST)