Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

જંકશન ચોકી સામેથી બેભાન મળેલા ભિક્ષુક જેવા પ્રોૈઢનું મોત

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧: શહેરની જંકશન પોલીસ ચોકી સામે બસ સ્ટેશનના છાપરામાંથી અજાણ્યા ભિક્ષુક જેવા આશરે ૫૫ વર્ષના પ્રોૈઢ બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. તેનું મોત નિપજ્યું છે. મૃતકના કોઇ સગા પરિચીત વાલી હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. એએસઆઇ કે. વી. માલવીયા અને રામજીભાઇ પટેલ વધુ તપાસ કરે છે. 

(3:06 pm IST)