Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

સોના છોડો, ચાંદી છોડો, સબ કુછ છોડો લેકીન, પરમ પૂજય શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી કા પ્રસાદ મત છોડો

સદ્દગુરૂદેવ ભગવાનની જન્મજયંતિઃ દિવાળીથી લાભપાંચમ સુધી કાર્યક્રમો

રાજકોટઃ દર વર્ષની જેમ શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ (પરમ પૂજય શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી આશ્રમ) શ્રી સદ્દગુરૂ આશ્રમ રોડ, રાજકોટ તા.૪ ગુરૂવારથી તા.૯ને મંગળવાર (શુભ દીપાવલીથી લાભ પાંચમ) સુધી પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી જન્મજયંતિ મહોત્સવ ઉજવવામાં આવનાર છે. કાર્યક્રમ આ મુજબ છે.

તા.૪ ગુરૂવાર, શુભ દીપાવલી

પ્રાતઃ મંગળા આરતીનો સમય સવારે ૫:૩૦ કલાકે, શ્રી નીજ મંદિર ખુલ્લુ રાખવાનો સમય- સવારે ૫:૩૦થી બપોરે ૧૨ કલાક સુધી તથા બપોરે ૧થી રાત્રિના ૧૧ સુધી, સાયંકાલીન આરતીઃ સાંજના ૭ કલાકે, શ્રી સમુહ ચોપડા પુજનનો સમય બપોરે ૧:૧૭ મિનિટે, શ્રી ગુરૂના હોરામા, લાભ ચોઘડીયામાં.

તા.૫ શુક્રવાર નુતનવર્ષ

પ્રાતઃ મંગળા આરતીનો સમય સવારે ૫:૩૦ કલાકે, સાયંકાલીન આરતીનો સમય સાંજે ૭ કલાકે, શ્રી નીજ મંદિર ખુલ્લુ રાખવાનો સમય સવારે ૫:૩૦ થી બપોરે ૧:૩૦ કલાક સુધી તથા બપોરે ૪ થી રાત્રિના ૧૧ સુધી.

શ્રી રામજીમંદિર- પોપટપરામાં શ્રી અન્નકુટ દર્શન

શ્રી અન્નકુટ પ્રથમ આરતીનો સમય બપોરે ૧ કલાકે, શ્રી અન્નકુટની તથા સાયંકાલીન આરતીનો સમય, રાત્રિના ૮ કલાકે, શ્રી અન્નકુટની ભેળરૂપી પ્રસાદીના વિતરણનો સમય, રાત્રિના ૮:૩૦ થી ૯:૩૦ કલાક સુધી.

પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી જન્મજયંતિ મહોત્સવ

સવારે ૫:૩૦ પ્રાતઃ મંગળા આરતી, સવારે ૯ થી ૧૦:૩૦ સુધી પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીના ષોડષોપચાર- પુજનની સાથે શ્રી રામરક્ષા સ્તોત્ર, અભિષેક, પ્રાર્થના, સ્વાધ્યાય અંતર્ગત શ્રી રામસ્વતરાજ પાઠ- શ્લોકો, સમુહ પાઠ એક- એક શ્લોક પુષ્પાંજલી સાથે પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીને અર્પણ કરવામાં આવશે.

શ્રી સાધુ સંતભગવાનનો મહાભંડારો સવારે ૧૧:૩૦ કલાકે, પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીની જન્મજયંતિ નિમિતે મહાભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં દેશભરમાંથી સાધુ- સંત ભગવાનની પધરામણી થવાની છે.

પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીના ચરણપાદુકાજીના દર્શન, ૧૧ થી બપોરે ૧:૩૦, બપોરે ૪ થી રાત્રિનાં ૧૧ સુધી, પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીના નીજ મંદિર દર્શનની ઝાંખી સવારે ૫:૩૦થી બપોરે ૧:૩૦, બપોરે ૪ થી રાત્રિના ૧૧, સાંજે ૭ કલાકે સાંયકાલીન આરતી, શ્રી રામચરિતમાનસ અખંડ પાઠ, શ્રી ગુરૂમઢીમાં, સવારુે પ્રાત ૪ વાગ્યે, સવારે ૧૧ થી ૨:૩૦ શ્રી સદ્દગુરૂ મહાપ્રસાદ.

ધર્મપ્રેમીજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. 'સોના છોડો, ચાંદી છોડો, સબ કુછ છોડો લેકીન, પરમ પૂજય શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીકા પ્રસાદ મત છોડો'

શ્રી સદ્દગુરૂ મહાપ્રસાદનું સ્થળ- શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ ગ્રાઉન્ડ, શ્રી સિધ્ધીવિનાયક પાર્ક, નાગબાઈ પાનવાળી શેરી (ભાગવત સપ્તાહ વાળુ ગ્રાઉન્ડ) રાજકોટ.

તા.૯ મંગળવાર લાભ પાંચમ, પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીને અન્નકુટ

શ્રી અન્નકુટની પ્રથમ આરતીનો સમય બપોરે ૧ કલાકે, શ્રી અન્નકુટ દર્શનનો સમય, બપોરે ૧:૩૦ થી ૮ સુધી, શ્રી અન્નકુટની આરતી તથા સાયંકાલીન આરતીનો સમય રાત્રિના ૮ કલાકે, શ્રી અન્નકુટની ભેળરૂપી પ્રસાદીના વિતરણનો સમય રાત્રિનાં ૮:૩૦ થી ૧૦ સુધી.

પ.પૂ.શ્રી હરિચરણદાસજી મહારાજશ્રીના વરદ હસ્તે શ્રી સદ્દગુરૂ મહા અન્નકુટજીની બન્ને આરતી થશે. તો દિવ્ય આરતીનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે સુપરમેગા શ્રી સદ્દગુરૂ નેત્રયજ્ઞ, પ.પૂ.સદ્દગુરૂદેવ ભગવાનશ્રીના પ્રાગટય દિવસ, કારતક સુદ-૪ નિમિતે, તા.૭ રવિવાર સમય ૯:૩૦ થી ૧૨:૩૦ સુધી રાખવામાં આવેલ છે.

આર.સી.સી.ડેન નેટવર્કની ચેનલ નં.૨૭૯માં પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીનાં જન્મજયંતિ મહોત્સવનું જીવંત પ્રસારણ (લાઈવ) કરવામાં આવશે. તથા ફેસબુક પેઈઝ wwwp.facebook.com/maragurudev ઉપર લાઈવ નિહાળી શકશો.

પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીનાં ઘરબેઠા નિત્ય દર્શન તથા તેમના વચનામૃતનો લાભ મેળવવા વોટસએપ મો.૯૫૮૬૩ ૦૮૧૭૮ સેવ કરીને નામ લખીને વોટસએપ કરવા યાદીના અંતમાં જણાવાયું છે.

(3:07 pm IST)