Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

હનુમાનમઢી ખાતે જન ઔષધી સ્ટોરમાં નેશનલ યુનીટી વીકની ઉજવણી

 હનુમાન મઢી ખાતે આવેલ જન ઔષધી સ્ટોરમાં નેશનલ યુનીટી વીકની ઉજવણી કરાઇ હતી. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, આર.ડી. ગારડી ફાર્મસી કોલેજના પ્રિન્સીપાલ ડો. શિતલ ફળદુ તેમજ જાણીતા ફિજીયોથેરાપીસ્ટ ડો. માનસી કાલરીયા ઉપસ્થિત રહેલ. ૧૩૦ થી વધુ જનઔષધી મિત્રોએ પણ ભાગ લીધો હતો. તેઓને સર્ટીફીકેટ આપી અભિવાદન કરેલ. જન ઔષધી સ્ટોરના સંચાલકો પણ ઉપસ્થિત રહેલ. જે બદલ તમામનો વિમલભાઇ અમૃતિયાએ આભાર વ્યકત કરેલ.

(3:09 pm IST)