Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

એઇમ્સમાં જમીન સંપાદન અંગે વળતરનો ચેક અર્પણ

રાજકોટ : ગુજરાતના અત્યંત મહત્વના પ્રોજેકટ એવા એઇમ્સના જમીન સંપાદન અન્વયે લાભાર્થીને જમીન સંપાદનના વળતરની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશબાબુના હસ્તે લાભાર્થી શ્રી મધુબેન રાયધનભાઇ ડાંગર તથા તેમના પતિશ્રી દેવદાનભાઇ કુગશીયા દ્વારા ચેક સ્વીકારવામાં આવ્યો હતો. આ પ્રસંગે જમીન સંપાદન અધિકારીશ્રી એઇમસ અને પ્રાંત અધિકારી, રાજકોટ શહેર-ર ચરણસિંહ ગોહીલ હાજર રહેલ. લાભાર્થીને વળતરની રકમ બે કરોડ અગીયાર લાખ તેર હજારનો ચેક અર્પણ કરાયો હતો.

(3:11 pm IST)