Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

આજીડેમે રામવનના વિકાસકાર્યમાં નડતરરૂપ દબાણો કેમ દૂર નથી થતા ?: ભાનુબેન સોરાણી

ગૌશાળાની જમીનનો કબ્જો લેવામાં તંત્ર કેમ ઢીલુ ? વિપક્ષી નેતા દ્વારા મ્યુ. કમિશ્નરને રજૂઆત

રાજકોટ, તા. ૧ :. આજીડેમે નિર્માણ થઈ રહેલ રામવન (અર્બન ફોરેસ્ટ)ના વિકાસકામમાં નડતરરૂપ દબાણો કેમ દૂર નથી થતા ? તેવો સવાલ ઉઠાવી આ બાબતે તાત્કાલીક કાર્યવાહી કરાવી આ વિકાસકાર્યને આગળ ધપાવવા મ્યુ. કમિશ્નરશ્રીને વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ રજૂઆત કરી છે.

રાજકોટના પૂર્વ ઝોન વિસ્તારમાં રાજકોટ શહેરને આગવી ઓળખાણ અપાવનાર 'રામવન' અર્બન ફોરેસ્ટનું કામ જયારે વેગમાન થયું છે અને ટૂંક સમયમાં રામવનની આસપાસના વિસ્તારમાં ડેવલોપમેન્ટ હરણફાળ ગતિએ થનાર હોય ત્યારે રામવન થી ૧૫૦ ફૂટ રીંગ રોડ ને જોડતો ૪૫ મી. ડી.પી.રોડ ને વિકસાવવા માટે મનપા પાસે ટેન્ડર સહીતની કામગીરી થઇ ગયેલ છે તેમજ આ વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈન નાખવા અંગેનો સર્વે પણ કરાયેલ હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વિકાસ કાર્યની કામગીરી વેગમાન કરવામાં આવે અને નડતરરૂપ કિશાન ગૌ શાળા સિવાયના તમામ ખાતેદારોની કલેકટરશ્રી અને કમિનરશ્રીની હાજરીમાં બેઠક મળેલ હતી જેમાં તમામ દ્વારા સહમતી આપેલ છે. ત્યારે આ બેઠકમાં તમામ અધિકારીઓની હાજરીમાં પૂર્વ મ્યુનીસીપલ કમિશનરશ્રી અને કલેકટર શ્રી દ્વારા કિશાન ગૌ શાળા સ્થળ ઉપર જ જમીનનો કબજો સોંપવા સુચના આપેલ હતી અને એક માસની મુદત આપેલ હતી આજે એ વાતને ૩ માસ ઉપરનો સમયગાળો થયો છે છતાં શા માટે આ કામગીરી કરવામાં આવતી નથી? અને શા માટે આ વિકાસકાર્ય અટકી ગયું છે ? જ્યારે પોતાની માલિકીની જમીનો સોંપવા ખેડૂતો સહમત હોય તો સરકારી જમીન ઉપર દબાણ શા માટે ખાલી કરાવી રહ્યા નથી ? તેવા સવાલો વિપક્ષી નેતાએ ઉઠાવ્?યા છે.

અંતમાં ભાનુબેને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નવા ઉદ્યોગો માટે -ોત્સાહન આપવામાં આવતું હોય તેમજ આ વિકાસ કાર્ય કર્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાને તમામ પ્રકારના વેરા અને ચાર્જીસની આવક થનાર હોય ત્યારે આ કામગીરી સત્વરે કરવામાં આવે તેવી વિનંતી.

(3:59 pm IST)