Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો તૌફીકને ધોરાજીથી પકડી પકડાયો

રૂરલ એસ.ઓ.જીની ટીમે દબોચ્યો : ધોળકા પોલીસ મથકમાં નોંધાયેલા ઠગાઇના ગુનામાં ફરાર હતો

રાજકોટ,તા. ૧ : ધોરાજીમાંથી રૂરલ એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે ધોળકા પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનામાં ફરાર શખ્સને ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ રાજકોટ જીલ્લામાં નાસતા-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે રૂરલ એસ.પી. બલરામ મીણાએ સુચના આપતા એસ.ઓ.જી.ના પીઆઇ. એસ.એમ.જાડેજા, તથા એ.એસ.આઇ. વિજયભાઇ ચાવડા, પરવેઝભાઇ સમા, ઉપેન્દ્રસિંહ જાડેજા તથા હેડ કોન્સ. અમીતભાઇ કનેરીયા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે ધોરાજીમાંથી તૌફીક વાહીદભાઇ બેલીમ (ઉવ.૩૨) (રહે. ધોળકા પખાલી ચોક મકાન નં. ૪૭૯)ને પકડી લીધો હતો.  અને ધોળકા પોલીસને જાણ કરવામાં આવી હતી. તૌફીક ધોળકા પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો હોવાનું જાણવા મળ્યુ છે.

(4:00 pm IST)