Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

લોઠડા ગામ પાસેથી ચોરાઉ બાઇક અને ૩૭ હજારનો કેબલ વાયર સાથે બે પકડાયા

આજીડેમ પોલીસે માવજી જખાણીયા અને વિજય સાડમીયાને દબોચ્યા

રાજકોટ તા. ૧: લોઠડા ગામ નજીક આજીડેમ પોલીસે બાતમીના આધારે બે શખ્સોને ચોરાઉ બાઇક અને ૩૭ હજારના કોપર વાયર સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ લોઠડા ગામ પાસે બે શખ્સો ચોરાઉ કેબલ વાયર સાથે ઉભા હોવાની આજીડેમ પોલીસ મથકના કુલદીપસિંહ જાડેજા, શૈલેષભાઇ નેચડા તથા જયપાલભાઇ બરાળીયાને બાતમી મળતા લોઠડા ગામ પાસેથી રૂ. ૩૭,૬૦૦ની કિંમતનો ચોરાઉ કેબલ વાયર અને જી.જે.-૧૧ બી.ઇ. પપ નંબરના બાઇક સાથે માવજી કવુભાઇ જખાણીયા (ઉ.વ. ર૩) અને વિજય કાનજીભાઇ સાડમીયા (ઉ.વ. ર૦) (રહે. બંને કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે ઝુપડામાં) ને પકડી લઇ ચોરાઉ બાઇક અને કેબલ વાયર કબજે કરી તપાસ હાથ ધરી હતી. આ કામગીરી પી.આઇ. વી. જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. ડી. વાળા એ.એસ.આઇ. યશવંતભાઇ, હેડ કોન્સ. ગુલાબસિંહ, કૌશેન્દ્રસિંહ, કુલદીપસિંહ, શૈલેષભાઇ, જયપાલભાઇ તથા ભીખુભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(4:01 pm IST)