Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

એસટીમાં ચિક્કાર ટ્રાફીકઃ બપોર સુધીમાં ૩૦ એકસ્ટ્રા બસો મૂકાઈઃ પંચમહાલ-ગોધરા બાજુ ભારે ટ્રાફીક

આવક રોજની ૪૫ લાખઃ એકસ્ટ્રા બસની આવક અલગઃ તમામ બસો હાઉસફુલ

રાજકોટ, તા. ૧ :. દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે, પરીણામે રાજકોટ-મોરબી-સુરેન્દ્રનગર સહિતના ડેપો ઉપરથી વતન જવા માટે મુસાફરોએ દોડ મુકી છે. રાજકોટ એસટી ડેપો ઉપર પગ મુકવાની જગ્યા નથી. ચિક્કાર ટ્રાફીક ઉદભવ્યો છે. એસટી ડિવીઝનલ નિયામક શ્રી કલોતરીએ 'અકિલા'ને જણાવ્યુ હતુ કે, ટ્રાફીક જામ્યો છે. વધારાના કાઉન્ટર શરૂ કરાયા છે. સ્ટાફ પણ વધારાનો મુકયો છે. બપોર સુધીમાં ૩૦ એકસ્ટ્રા બસો મુકાઈ છે. પંચમહાલ-ગોધરા અને અમદાવાદ બાજુ ભારે ટ્રાફીક છે. મોટાભાગના રૂટોની બસો-ગામડાની બસો હાઉસફુલ જઈ રહી છે.

તેમણે જણાવેલ કે, ડિવીઝનની રોજની આવક ૪૫ લાખ આસપાસ પહોંચી છે. એકસ્ટ્રા બસોની આવક તો અલગ રહેશે. દિવાળી-ભાઈબીજ સુધી આવો ટ્રાફીકનો માહોલ જોવા મળશે.

(4:02 pm IST)