Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

મોબાઇલ અને ઇલેકટ્રોનીકસ શોરૂમનું ઉદ્દઘાટન

શહેરના કાલાવડ રોડ, નાના મૌવા ખાતે મોબાઇલ એન્ડ ઇલેકટ્રોનીક શોરૂમનું શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી અને શહેરના મેયર ડો. પ્રદીપભાઇ ડવના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવેલ. આ તકે શોરૂમના સંચાલન મહેશભાઇ કટારીયાને શુભેચ્છા પાઠવી હતી. શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઇ રાઠોડ, વોર્ડ નં. ૧૧ના પ્રમુખ સંજય પીપળીયા, કોર્પોરેટર લીલુબેન જાદવ, વીનુભાઇ સોરઠીયા, રણજીતભાઇ સાગઠીયા તેમજ ફર્નાન્ડીઝ પાડલીયા, રાજેશભાઇ ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

(4:05 pm IST)