Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

પ્રકાશના પર્વ દિવાળીના તહેવારો પ્રસંગે શહેરીજનોને શુભેચ્છા પાઠવતા મહાનગર પાલિકાના પદાધિકારીશ્રીઓઃ તહેવારોમાં સાવચેતી રાખવા અપીલ

રાજકોટ તા. ૧: ભારત અને વિદેશમાં વસતા ભારતીયો ખુબ ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે તેવા પ્રકાશના પર્વ દિવાળીના તહેવાર નિમિતે નગરજનોને શુભેચ્છા પાઠવતા મેયર ડો. પ્રદિપ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઇ ભવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ એક સંયુકત યાદીમાં જણાવે છે કે, દિવાળી એટલે પ્રકાશનું પર્વ દેશના તમામ નાગરિકો અગિયારસથી શરૂ કરી દિવા/ી સુધીના પાંચ દિવસ માટે ઘર આંગણે દીવાળી પ્રગટાવે, આંગણે રંગોળી કરે તથા ઘરને સુશોભિત કરી આ તહેવારની ખુબજ આનંદ, ઉમંગ અને ઉત્સાહપૂર્વક ઉજવણીક રે છે.

ચાલુ વર્ષે વૈશ્વિક કોરોના સાવ સમાપ્ત થયેલ નથી જેથી તહેવારો દરમ્યાન તકેદારી રાખવી અને કોરોના સંક્રમણથી બચવા માસ્ક પહેરીએ, સોશ્યલ ડિસ્ટન્સ જાળવીએ, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળીએ, નૂતન વર્ષમાં આપ સૌનું જીવન શાંતિ,  સુખ, સમૃધ્ધી, ઐશ્ચર્ય, આરોગ્ય, સંપ, એકતા, સહકાર, પ્રગતિ વિગેરે નવરંગોથી ભરપુર બનાવે તેવી ફરી ફરી શુભકામના. 

(4:05 pm IST)