Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

આજથી પાંચ દિવસ સુધી શહેરના આટલા રસ્તા પર વાહનો માટે પ્રવેશબંધીઃ પોલીસ કમિશનરનું જાહેરનામુ

અમુક વન વેને ટુ વે જાહેર કરાયાઃ પાર્કિંગ વ્યવસ્થા પણ જાહેર કરાઇઃ સાંજના ૫ થી રાતના ૧૦ સુધી યાજ્ઞિક રોડ પર ફોરવ્હીલર માટે નો-પાર્કિંગઃ બજારોમાં જવા ઇચ્છતા લોકો કયાં પાર્કિંગ કરી શકશે એ પણ જાણો

રાજકોટ તા. ૧: આગામી દિવાળીના તહેવારો દરમ્યાન તા. ૧ થી તા. ૫ સુધી શહેરમાં મુખ્ય બજાર વિસ્તાર તરફ જતાં રસ્તાઓ પર ખરીદી કરવા તથા રોશની જોવા માટે લોકોની અવર-જવર બહોળા પ્રમાણમાં રહેતી હોવાના કારણે આ રસ્તાઓ તમામ પ્રકારના વાહનો જેવા કે મેટાડોર, કાર, ઓટો રીક્ષા, રેકડી, રેકડા, મોટર સાયકલ, સ્કુટર વિગેરેની અવર-જવર માટે સદંતર બંધ રાખવામાં આવશે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ માટે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. કયા રસ્તા બંધ રહેશે? કયા રસ્તા જે હાલ વનવે છે તે ટુવે રહેશે? પાર્કિંગ કયાં કરવાનું? એ સહિતની વિગતો આ મુજબ છે.

આટલા રસ્તાઓ બંધ રહેશે

ઢેબર ચોકથી સાંગાણવા ચોકથી, જુની ખડપીઠ ચોક સુધીનો રોડ લાખાજીરાજ રોડ તરફ ફોર વ્હીલ તથા થ્રી વ્હીલ તથા ટુ વ્હીલર વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. સાંગણવા ચોકથી ગરેડીયા કુવારોડ થઇ પરાબજાર સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. ધર્મેન્દ્ર રોડ લાખાજીરાજ રોડથી પરાબજાર સુધીનો રોડ તમામ -કારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. ધી કાંટા રોડ ગાંધી ચોક, લાખાજીરાજ રોડથી કંદોઇ બજાર રોડથી પરાબજાર રોડ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે.

પ્રહલાદ સિનેમાથી દરજી બજારથી પરાબજાર રોડને મળે છે ત્યાં સુધી તમામ -કારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. પ્રહલાદ સિનેમાથી પ્રેમીલા રોડ જે ધી કાંટા રોડથી કંદોઇ બજાર થઇ પરા બજાર થઇ પરા બજાર સુધીનો રોડ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. દેના બેન્ક ચોકથી રૈયા નાકા ટાવર સુધીનો મહાત્મા ગાંધી રોડ તમામ -કારના વાહનો માટે -વેશ બંધ રહેશે.

આ રસ્તાઓ તમામ પ્રકારના વાહનો માટે ખુલ્લા રહેશે

મોચી બજાર ચોકથી લોહાણા પરા મેઇન રોડ  રેયા નાકા ટાવર, નવા નાકાથી કોઠારીયા પોલીસ ચોકી તથા પેલેસ રોડ જવા માટે તમામ વાહનો માટે ખુલ્લો રહેશે. મોચીબજાર પોસ્ટ ઓફીસથી દેના બેન્ક ચોકથી ઢેબર ચોક થઇ આર.એમ.સી. ચોકથી સેન્ટ્રલ પોઇન્ટ કરણસિંહજી ચોકથી ભુપેન્દ્ર રોડ, પેલેસ રોડ તરફ જઇ શકશે. દિવાનપરા પોલીસ ચોકીથી જુની ખડપીઠથી નવાનાકા ચોક થઇ રૈયાનાકા ટાવર તરફ જઇ શકાશે મોચી બજારથી દાણાપીઠ રોડ તથા ઘી પીઠ સુધી ખુલ્લો રહેશે.

આટલા વન વે બનશે ટુ વે

તહેવાર નિમીતે હાલમાં જે વન વે  છે તેમાંપણ ફેરફાર કરાયો છે. લોહાણાપરા વન વે મોચી બજારથી આવવા માટેની મનાઇ છે. તે બંને તરફથી આવવા જવા ખુલ્લો રહેશે. નવાનાકા વન વે બંને તરફથી તહેવારના દિવસો માટે ખુલ્લો રહેશે.

લાખાજીરાજના બાવલા સામેથી જતો કવિ નાનાલાલ માર્ગ જે કરણસિંહજી હાઇસ્કુલ ચોકથી આવવા માટે ખુલ્લો છે. તે ત્યાંથી બંધ થશે અને બાપુના બાવલા સામેથી જવા માટે છુટ રહેશે. કરણસિંહજી ચોકથી કવિ નાનાલાલ માર્ગ તરફ જતા વાહનો આ દિવસો દરમ્યાન સેન્ટ્રલ પોઇન્ટ તરફ કરણસિંહજી રોડ ઉંપર થઇ જઇ શકશે.

જીલ્લા પંચાયત ચોકથી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સુધીનો યાજ્ઞીક રોડ સાંજના ૦:૦૫ થી રાત્રીના ૧૦ સુધી ફોર વ્હીલ માટે  નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. પાર્કિંગ માટે ડો.હોમી દસ્તુરમાર્ગ પર એક સાઇડે ફોર વ્હીલ વાહનો પાર્ક કરવાના રહેશે.

તેમજ જુની ખડપીઠથી દિવાનપરા પોલીસ ચોકી સુધીનો દિવાનપરા મેઇન રોડ દિવાળીના તહેવારોના દિવસો પુરતો  'નો ર્પાકિંગ' જાહેર કરવામાં આવ્યો છે.

પાર્કિંગ વ્યવસ્થા

.મોચી બજાર પોસ્ટ ઓફીસથી દેનાબેન્ક ચોક સુધી ( જયુબેલી શાક માર્કેટ રોડ)

.ડો. ચંદુલાલ માર્ગ (આલ્ફેડ હાઇસ્કુલ દિવાલ સાઇડે)

.ઢેબર ચોક ત્રીકોણબાગ પાસે.

.કરણસિંહજી હાઇસ્કુલથી સેન્ટર પોઇન્ટ સુધીનો રસ્તો.

. લાખાજીરાજ હાઇસ્કુલ કોટક શેરી નં.-૪ પાસે.

આ જાહેરનામું પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રિગેડના વાહનોને આકસ્મીક સંજોગોમાં લાગુ પડશે નહીં. તદઉપરાંત મહાનગરપાલિકાનાં વાહનોને ખાસ કિસ્સામાં વાહનો લાવવા લઇ જવા માટે  એસીપીશ્રીની ટ્રાફિક શાખા ખાતેથી પરવાનગી મેળવી શકશે. આ હુકમનાં ભંગ બદલ મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ પગલા લેવામાં આવશે. તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે. 

(4:06 pm IST)