Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

દિવાળી અને છઠ્ઠ પૂજા માટે તા. ૩ અને ૪ના ઓખા-બાંદ્રા સ્પેશ્યલ ટ્રેન દોડશે

રાજકોટ, તા. ૧ :. દિવાળી અને છઠ્ઠ પૂજા દરમિયાન મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા તા. ૩ અને ૪ નવેમ્બરના રોજ ઓખા-બાંદ્રા ટર્મિનસ વચ્ચે ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેન ખાસ ભાડા સાથે ચલાવવામાં આવશે. ડીસીએમ અભિનવ જૈફની યાદી મુજબ ટ્રેન નં. ૦૯૨૫૬ ઓખા-બ્રાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ ટ્રેન ૩ નવેમ્બરના ઓખાથી સવારે ૧૧.૪૦ વાગ્યે ઉપડશે. રાજકોટ તે દિવસે સાંજે ૪ વાગ્યે અને બાંદ્રા ટર્મિનસ બીજા દિવસે સવારે ૬.૩૫ વાગ્યે પહોંચશે. આવી જ રીતે ટ્રેન નં. ૦૯૨૫૫ બાંદ્રા-ઓખા સુપર ફાસ્ટ સ્પેશ્યલ ૪ નવેમ્બરે સવારે ૯.૧૫ વાગ્યે ઉપડી રાત્રે ૨૨.૩૩ વાગ્યે રાજકોટ અને આગલા દિવસે સવારે ૪ વાગ્યે ઓખા પહોંચશે.

ટ્રેન નં. ૦૯૧૪૦ ઓખા-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ તા. ૪ નવેમ્બરે ૧૧.૪૦ વાગ્યે ઓખાથી ઉપડી રાજકોટ બપોરે ૪ વાગ્યે અને બીજા દિવસે સવારે ૬.૩૫ વાગ્યે બાંદ્રા પહોંચશે. આવી જ રીતે ૦૯૧૩૯ બાંદ્રા-ઓખા તા. ૩ નવેમ્બરના સવારે બાંદ્રાથી સવારે ૧૧ વાગ્યે ઉપડી રાત્રે ૨૩.૧૦ વાગ્યે રાજકોટ અને બીજા દિવસે સવારે ૪ વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેનો બન્ને તરફે બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, હાપા, જામનગર અને દ્વારકા સ્ટેશનો ઉપર ઉભી રહેશે. ટ્રેનમાં એસી ટુટાયર, એસી થ્રીટાયર અને સ્લીપર કલાસ સાથે સેકન્ડ કલાસ સીટીંગ કોચ પણ જોડાશે. આ ટ્રેનોનું બુકીંગ તા. ૩૧થી શરૂ થઈ ગયુ છે.

(4:06 pm IST)