Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

ફટાકડાના લાયસન્સ માટે ૩રપ અરજીઃ સાંજથી ચેકીંગઃ પાંચ હંગામી ફાયર સ્ટેશનો

દરેક સ્ટોલ પર પાણી-રેતી ભરેલી ડોલ, ફાયર સેફટીનાં સાધનો રાખવા ફરજીયાત

રાજકોટ તા. ૧ :.. આજથી પ્રકાશ પર્વ દિવાળીનો પ્રારંભ થયો છે. ત્યારે મ.ન.પા.નાં ફાયર બ્રીગેડ તંત્ર દ્વારા ફટાકડાનાં કારણે આગ-અકસ્માત સર્જાય નહી તેની પુરી તકેદારી રાખવા ફટાકડાનાં વેપારીઓને ફાયર એન. ઓ. સી. (લાયસન્સ) મેળવી લેવા અપીલ કરી છે.  જે અનુસંધાને ૩રપ અરજીઓ આવી છે જેમાંથી પાંચ અરજીઓ પેન્ડીંગ છે. દરમિયાન આજથી ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા ફટાકડાનાં સ્ટોલ ઉપર ચેકીંગ શરૂ કરાયુ છે જેમાં સ્ટોલ ઉપર ફાયર સેફટીનાં સાધનો જેવા કે રેતી ભરેલી ડોલ, ફાયર એકસ્ટીમ્બ્યુસર, પાણીની વ્યવસ્થા વગેરે છે કે કેમ ? તેનું ચેકીંગ કરાશે. આ ઉપરાંત શહેરમાં દર વર્ષ માસ્ક આગ - અકસ્માતની શકયતાં વાળા પાંચ સ્થળો જેવા કે નાના મૌવા ચોક, પંચાયત ચોક, પેડક રોડ, ફુલછાબ ચોક અને પરાબજાર વગેરે સ્થળોએ હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાયા છે. જેમાં ૧-૧ ફાયર ફાઇટર, રેસ્કયુ વાન, એમ્બ્યુલન્સ, વોટર ટેન્કર, વગેરે વાહનો ર૪ કલાક તૈનાત કરાયા છે. તેમ ચીફ ફાયર ઓફીસરે જણાવ્યું હતું. 

(4:09 pm IST)