Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.પ્રેરણાથી દિવાળી પર્વે જરૂરીયાત મંદ ભાવિકોને વસ્ત્રદાન, અન્નદાન, મીઠાઇ વિતરણ

સૌરાષ્ટ્રના ગરીબ દર્દીઓ માટે નિઃશુલ્ક મોતીયાના ઓપરેશનની સુવિધા : ભાવનગરમાં ૨૨ બાળકોને કાનના મશીન અર્પણ

રાજકોટ : ગત માર્ચ મહિનામાં રાજકોટના આંખ ડો. શ્રી અનિમેષભાઈ ધ્રુવ દ્વારા પરમ ગુરુદેવની આંખનું મોતીયાનું ઓપરેશન કરવામાં આવતાં, નાણાંના અભાવે આંખોના ઈલાજથી વંચિત રહી જતાં એવા ગરીબ દર્દીઓ ફરીને પોતાની આંખોની રોશની પૂર્વવત પામી શકે એવી પરમ ગુરુદેવની કરુણા ભાવનાથી સમગ્ર સૌરાષ્ટ્ર - રાજકોટના ગરીબ દર્દીઓ માટે નિઃશુલ્ક મોતીયાનું ઓપરેશનની સુવિધા આપવામાં આવી રહી છે.

ઉદારહૃદયા માતુશ્રી વિમળાબેન દિલીપભાઈ મહેતા પરિવારના અનુદાનના સહયોગે ડોકટર ધ્રુવની હોસ્પિટલમાં આજ સુધી ૫૮ દર્દીઓના મોતીયાનું ઓપરેશન કરાયા છે.

એ સાથે જ, પરમ ગુરુદેવની પ્રેરણાથી ભાવનગર સ્થિત ખેમચંદ લક્ષ્મીચંદ બેરા-મૂંગા શાળાના મૂક -બધિર એવા ૨૨ બાળકો અને ૧ સાધર્મિક બહેનને ઉદારહૃદયા માતુશ્રી કંચનબેન રમણિકલાલ શેઠ પરિવારના સહયોગે કાનના મશીન  અર્પણ કરાયેલ.

ઉપરાંતમાં, દીપાવલીનું પર્વે ગરીબ ભાવિકો માટે પણ મીઠાશનું પર્વ બને સૌરાષ્ટ્ર, મુંબઈ, કોલકાતાના અનેક ક્ષેત્રોમાં 'ગીફટ મીઠાઈ સ્પ્રેડ મીઠાસ - મા કા પ્રસાદ' અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા અને શાસનદીપક ગુરુદેવ પૂજય શ્રી નરેન્દ્રમુનિ મહારાજ સાહેબ એવમ પૂજય શ્રી જય-વિજયાજી મહાસતીજી-મા સ્વામીની પરમ સ્મૃતિમાં કવેસ્ટ ફાઉન્ડેશનના ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠના અનુદાને તેમજ મુંબઈના પારસધામ, પાવનધામ અને મહારાષ્ટ્રના પડઘા સ્થિત પરમધામની આસપાસના વિસ્તારોના ગરીબ ભાવિકો માટે ઘાટકોપરના પરાગભાઇ શાહ તરફથી મીઠાઈ અર્પણ કરાઇ રહી છે.

આ સપ્તાહને ‘donate a smile  week’ તરીકે ઉજવવામાં આવશે. જેના અંતર્ગત સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, પૂર્વ ભારત, દક્ષિણ ભારત આદિ અનેક ક્ષેત્રોમાં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ગરીબ જરૂરિયાતમંદ ભાવિકોને વસ્ત્ર દાન, અન્નદાન, જીવન જરૂરી વસ્તુઓનું દાન, મીઠાઈ વિતરણ આદિ અનેક પ્રકારના અનુદાન સાથેના સત્કાર્યો કરવામાં આવી રહ્યાં છે.

પરમ ગુરુદેવના સાંનિધ્યે પરમધામ સાધના સંકુલના નૈસર્ગિક રમણીય વાતાવરણમાં તા.૦૩ થી ૦૫ દીપાવલી પર્વના ૩ દિવસ મૌન સાધના શિબિરના આયોજન સાથે તા.૦૩ બુધવાર રાત્રિના ૮કલાકે ચતુર્દશી પર્વ નિમિત્ત્।ે અનિષ્ટ તત્ત્વોનું નિવારણ કરતી વિશિષ્ટ જપ સાધના પરમ ગુરુદેવના બ્રહ્મનાદે કરાવવામાં આવશે. તા. ૪, ગુરુવાર, દિપાવલીના દિને, સવારના ૮.૩૦ કલાકે, તપસમ્રાટ પૂજય ગુરુદેવ શ્રી રતિલાલજી ૧૦૯માં જન્મોત્સવ અવસરે, અર્પણમ્ ઉત્સવ તેમજ રાત્રિના ૮ કલાકે વીર નિર્વાણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૫ નૂતનવર્ષની પ્રભાતે ૭.૩૦ કલાકે પરમ ગુરુદેવના શ્રીમુખેથી મહામાંગલિક ફરમાવવામાં આવશે અને ગુરુ ગૌતમ સ્વામી કેવલજ્ઞાન અભિવંદનમ્ ઉત્સવ ઉજવાશે.

યુવા પેઢી માટે ૬થી ૧૦ પાંચ દિવસીય ‘Be Param with Param’ યુવા સંસ્કાર શિબિરનું આયોજન વિશેષરૂપે ૧૫ થી ૩૦ વર્ષના યુવાનો માટે કરવામાં આવ્યું છે. તા.૦૯ જ્ઞાન પંચમીના દિવસે સવારના ૮ કલાકે શ્રુતદેવોની આરાધના અને ઉપાસના કરાવવામાં આવશે.

(4:59 pm IST)