Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

કલેકટર હસ્તે એલ.જી.બી.ટી. તાલમાર્થીઓને તાલીમ પત્ર એનાયત કરાયાઃ

 રાજકોટ તારીખ ૩૧ ઓકટોબર- રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના હસ્તે એલ.જી.બી.ટી. સમુદાયના ૧૧ તાલીમાર્થીઓને ccc તાલીમના પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.  ડિસ્ટ્રિકટ સ્કીલ કમિટી, રાજકોટ અને આઈ.એમ. સી. ઓફ આઈ.ટી.આઈ રાજકોટના સંયુકત ઉપક્રમે રાજકોટ કલેકટર કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ ૧૧ તાલીમાર્થીઓને  તાલીમ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. ૨૩ નવેમ્બર થી ૨૦ ઓકટોબર-૨૦૨૧ દરમિયાન કુલ ૧૫ તાલીમાર્થીઓને સી.સી.સી.ના થીયરી અને પ્રેકટીકલની તાલીમ આપવામાં આવી હતી, જે પૈકી ૧૧ તાલીમાર્થીઓએ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ તમામને કલેકટરએ તાલીમ પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા.   આ કાર્યક્રમમાં લક્ષ્ય ટ્રસ્ટના પ્રતિનિધિ  ક્રિષ્ના લીલા પટેલ, આઇ.એમ.સી. ઓફ આઇ.ટી.આઇ,રાજકોટના પ્રતિનિધિ   મનહર પારેખ, ગોંડલ આઈ.ટી.આઈ.ના પ્રિન્સીપાલ  આર.એસ. ત્રિવેદી, ડીઝેબલ આઇ.ટી.આઇ.ના પ્રિન્સિપાલ માનસી તેરૈયા, મહાત્મા ગાંધી નેશનલ ફલો શ્રી હિરલ ચંદ્ર મારુ, આઇ.ટી.આઇ. રાજકોટના આસિસ્ટન્ટ એપ્રેન્ટીસ એડવાઈઝર એમ.ડી.મુંઝાણી તથા સહદેવ સિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અગિયાર તાલીમાર્થીઓમાંથી નવ તાલીમાર્થીઓને લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા રોજગારી આપવામાં આવશે અને બાકીના બે તાલીમાર્થીઓને કલેકટર કચેરી રાજકોટમાં રોજગારી આપવા માટે કલેકટર  રાજકોટ દ્વારા ભલામણ કરવામાં આવેલ છે.

(5:01 pm IST)