Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

સેવા કાર્યો હંમેશા સમાજમાં સુવાસ પ્રસરાવે : વજુભાઇ વાળા

જે.કે. વેલનેસ ફાઉન્ડેશન દ્વારા રકતદાન કેમ્પ, નિદાન કેમ્પ, ચકલીના માળા-કુંડાના વિતરણ સાથે યોજાય ગયો પંચામૃત સેવા યજ્ઞ : સંતો મહંતો અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ સેવાકાર્યને બીરદાવ્યુ

 રાજકોટ, તા. ૧ :     જે.કે.ગ્રૂપ દ્વારા જે.કે.વેલનેસ  ફાઉન્ડેશન આયોજિત લોઠડા ગામ  ખાતે ભવ્યાતિભવ્ય પંચામૃત સેવાયજ્ઞ  યોજાયો હતો. મહારકતદાન કેમ્પ, વિનામૂલ્યે સર્વરોગ  નિદાન કેમ્પ, સેકિસનેશન કેમ્પ, એન-  ૯પ માસ્ક વિતરણ, ચકલીના માળાઓ, ચણના કુંડાઓ, પાણીના  કુડા, મેડિકલને લગતા સાધનોનું  વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમનું દિપ  પ્રાગટય ભવનાથના મહંત  વશિષ્ઠનાથજી બાપુ તેમજ જે.કે.વેલનેસ  ફાઉન્ડેશનના ચેરમેન જયંતીભાઈ  સરધારા, વાઈસ ચેરમેન સંજયભાઈ  પડારિયા તથા સેક્રેટરી હરેશભાઈ  પડારિયાના હસ્તે કરવામાં આવેલ હતું.  તથા આ તકે જયંતીભાઈ સરધારાએ  જણાવેલ કે પંચામૃત સેવા યજ્ઞમાં  અનેકવિધ સેવાકાર્યો થકી સેવા-સહકાર  અને સુશ્રુસાના ભગિરથ કાર્યને મૂર્તિમંત  કરવાના ભાગરૂપે જ .કે.વેલનેસ  ફાઉન્ડેશન દ્વારા બિમાર વ્યકિતઓ માટે  એમ્બ્યુલન્સ સેવા, મેડીકલ  જરૂરિયાતના સાધનો જેવા કે વોકર,  ટોઈલેટ ચેર, વ્હીલ ચેર, ઓર્થોપેડિક  પલંગ, ઓકિસજન સિલિન્ડર, સકશન  મશીન, એર બેડ, વોટર બેડ, યુરીન  પાન, નેબ્યુલાઈઝર, કસરત સાઈકલ,  બગલ-એલ્બો દ્યોડી, બર્ડ ફોડર સાથેની સુવિધા નિઃશુલ્ક સેવાકીય ભાવનાથી પુરી પાડવામાં આવેલ હતી.  

આ તકે આ સેવાયજ્ઞનું ઉદદ્યાટન  કેન્દ્રીય મંત્રી પુરુષોતમભાઈ રૂપાલાના  હસ્તે થયેલ હતું.

આ તકે કર્ણાટકના  પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા ખાસ  ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ  કાર્યક્રમને મુંજકાના પ.પૂ.પરમાત્માનંદ  સરસ્વતીજી, અીએપીએસ મંદિર  કાલાવડ રોડ, રાજકોટના અપૂર્વમુની  સ્વામી, ભવનાથ આશ્રમ, ભાયાસરના  મહંત પ.પૂ.વશિષ્ટનાથજી બાપુએ  આશીવર્દ પાઠવેલ હતા.   આ તકે કેન્દ્રીય મંત્રી  પુરૂષોતમભાઈ રૂપાલાએ જણાવેલ કે,  જ.કે.વેલનેસ ફાઉન્ડેશન દ્વારા    અનેકવિધ સેવાકાર્યો થકી પંચામૃત સેવા  યજ્ઞ યોજાયો ત્યારે તંદુરસ્ત  સમાજના નિર્માણ માટે પંચામૃત સેવા  યજ્ઞ જેવા કાર્યક્રમોથી સામાજિક  સમરસતાનું સ્થાપન થશે.

આ તકે  કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ  વાળાએ જણાવેલ કે, સેવાકાર્યો હંમેશા  સમાજમાં સુહાસ ફેલાવે છે ત્યારે  જે.કે.વેલનેસ ફાઉન્ડેશન દ્વારા પંચામૃત  સેવા યજ્ઞ થકી સેવા, સહકાર અને  પરીશ્રમના ભગિરથ કાર્યને મૂર્તિમંત  કરાયું છે. ત્યારે આ કાર્યને બિરદાવેલ  હતું. આ તકે પરમાત્માનંદ  સરસ્વતીજીએ આ સેવાકાર્યને  બિરદાવતા જણાવેલ કે જે.કે.વેલનેસ  ફાઉન્ડેશન દ્વારા પંચામૃત યજ્ઞ થકી  સમાજ પ્રત્યેનું ઋણ અદા કરી  પ્રસંશનીય કાર્ય કરવામાં આવેલ છે.  આ તકે અપૂર્વમુની સ્વામીજીએ  જણાવેલ કે કોઈપણ વ્યકિત કે સમાજ  દ્વારા સમાજ માટે કરવામાં આવેલ    સત્કાર્ય એ સમાજ પ્રત્યેનું ઋણ અદા  કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે ત્યારે પંચામૃત  સેવા યજ્ઞ દ્રારા સામૂહિક શકિત અને  સંદ્યબધ્ધતા દ્વારા સમાજના ઉત્થાન  માટે શ્રેષ્ઠ કાર્ય થયું છે. આ તકે  વશિષ્ઠનાથજી બાપુએ જણાવેલ કે જે.કે.વેલનેસ ફાઉન્ડેશન દ્વારા સમાજ  સેવા અને પરમાર્થની ભાવનાથી  યોજાયેલ પંચામૃત સેવા યજ્ઞ સમાજ  માટે સદકાર્યોનું પ્રેરણાબળ બની રહેશે.   

આ પંચામૃત સેવા યજ્ઞમાં મુખ્ય  મહેમાનો તરીકે રાજયના કેબિનેટ મંત્રી  રાદ્યવજીભાઈ પટેલ, રાજયના મંત્રી  અરવિંદભાઈ રૈયાર્ણી, સાંસદ  મોહનભાઈ કુંડારિયા, રમેશભાઈ ધડુક,  રામભાઈ મોકરિયા, શહેરના મેયર મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન  ડો.ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ  જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ  બોદર, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,  લાખાભાઈ સાગઠિયા, ગુજરાત રાજય  બિન અનામત આયોગના ચેરમેન  હંસરાજભાઈ ગજેરા, જયોતિન્દ્રસિંહ  (ગોંડલ), રાજકોટ જિલ્લા ભાજપ  પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા,  રાજકોટ જિકલા ભાજપ પ્રભારી  રક્ષાબેન બોળિયા તેમજ અતિથિવિશેષ  તરીકે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, તથા  વિનુભાઈ ધવા, જિલ્લા ભાજપ  અનુ.મોરચાના પ્રમુખ મનોજભાઈ  રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાજકોટ જિલ્લા કલેકટર  અરૂણ મહેશબાબુ, પોલીસ કમિશનર મનોજકુમાર અગ્રવાલ, મ્યુ.કમિશનર  અમિત અરોરા, ડીડીઓ દેવ ચૌધરી,  એસ.પી. બલરામ મીણા, ડી.સી.એફ.  રવિપ્રસાદ રાધેક્રિષ્ના, ડે.કલેકટર  ચરણસિંહ ગોહિલ, દેસાઈ, જિલ્લા  પંચાયતના હેલ્થ  ઓંફિસર  ડો.મિતેશભાઈ ભંડેરી, રાજકોટ-લોધીકા  સંદ્યના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ  ઉપપ્રમુખ મનસુખભાઈ સરધારા, ગોંડલ  માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ  શિંગાળા, વાઈસ ચેરમેન કનકસિંહ  જાડેજા, સામાજિક અગ્રણીઓ  માવજીભાઈ ડોડિયા, કિશોરસિંહ  ગોહિલ, ઘનશ્યામભાઈ હેરભાઈ,  મજબુતસિહ જાડેજા, નરેન્દ્રસિંહ  જાડેજા, લાભુભાઈ જળુ, વજુભાઈ  મારૂ, છગનભાઈ બુસા, હેમંતભાઈ  ભુત, ગૌતમભાઈ ગોસ્વાર્મી,  ઉધોગપતિઓ નાથુભાઈ આણદાણી,  કે.સી.ચોવટિયા, સુરેશભાઈ વેકરિયા,  પંકજભાઈ બાબરિયા, રામજીભાઈ  હરસાંડા, અશોકભાઈ બાલધા,  જમનભાઈ પટેલ, રમેશભાઈ ફોચડિયા,  પરષોતમભાઈ કમાણી, સુરેશભાઈ  રામાણી, ગીર્રીશભાઈ પીપળિયા,  કેશુભાઈ વાડોદરિયા, વિનુભાઈ ગઢિયા,  સી.સી.વીરોડિયા, ભગવાનભાઈ  વડોદરિયા, ધીરૂભાઈ ગોંડલિયા,      જીતુભાઈ કાકડિયા, વજુભાઈ બાબીયા,  જયેશભાઈ ચાવડા, ધર્મેશભાઈ ટીલાળા,  રાજેશભાઈ મોવલિયા, ધરમશીભાઈ  બોડિયા, સામાજિક સંસ્થાઓના  અગ્રણીઓ ખોડલધામના જીતુભાઈ  વસોયા, રમેશભાઈ ટીલાળા, લેઉવા  પટેલ સમાજ-પડધરીના પરષોતમભાઈ  પીપળિયા, હેમંતભાઈ તળપદા,  એસ.પી.જી. ગ્રૂપના મહેન્દ્રભાઈ  વાછાણી, પટેલવાડી (વાણિયાવાડી)ના  સંજયભાઈ ઢોલરિયા, શહેરના નામાંકિત  ડોકટરો ડો.નરશીભાઈ વેકરિયા, ડો.પ્રકાશ  મોઢા, ડો.અનિરૂધ્ધ સાવલિયા, નામાંકિત  એડવોકેટશ્રીઓ અર્જુનભાઈ પટેલ,  જયેશભાઈ બોધરા, ભાવેશભાઈ રંગાણી, નામાંકિત બિલ્ડરોમાં બિલ્ડર  એસો.ના પ્રમુખ પરેશભાઈ ગજેરા,  રશ્મીનભાઈ પટેલ, જયેશભાઈ  સરધારા, ધનજીભાઈ કથીરિયા તેમજ  કુમનભાઈ વરસાણી, અરવિંદભાઈ  તાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં પુજીત રૂપાણી  મેમોરિયલ ટ્રસ્ટના મેહુલભાઈ રૂપાણી,  સદભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઈ  ડોબરિયા, સરગમ કલબના ગુણવંતભાઈ  ડેલાવાળા, પ્રયાસ પેરેન્ટસ  એસોસિએશનના પુજાબેન પટેલ,  બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ  ઉપાધ્યાય, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના  મુકેશભાઈ દોશીનું સન્માન કરવામાં  આવેલ. આ કાર્યક્રમમાં લોઠડા પડવલા  પીપલાણા ઈન્ડ. એસોસિએશનના  પ્રમુખ જયંતીભાઈ સરધારા, ઉપપ્રમુખ  સંજયભાઈ કાછડિયા, સેક્રેટરી  ભાવેશભાઈ બાલધા, ટ્રેઝરર વિઠલભાઈ  બુસાની સાથે સહભાગી સંસ્થાઓ    સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક એસો.ના પરાગભાઈ  સંદ્યવી, શાપર-વેરાવળ ઈન્ડ. એસો.ના  કિશોરભાઈ ટીલાળા, કુવાડવા ઈન્ડ.  એસો.ના અનિલભાઈ વણપરિયા,  વાવડી ઈન્ડ. એસો.ના હસુભાઈ  સોરઠિયા, હાર્ડવેર મેન્યુ. એસો.ના   મનિષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.  તેમજ આરડીસીં બેન્કના  એમ.ડી.ઘનશ્યામભાઈ ખાટરિયા, રાજ  બેન્કના ચેરમેન જગદીશભાઈ કોટડિયા  સાથે શહેરના વેપારી અગ્રણીઓ  વજુભાઈ જવેલર્સના વજુભાઈ લોઠિયા,  પરમેશ્વર જવેલર્સના બીપીનભાઈ  વીરડિયા, હરેશભાઈ સરધારા, પારેખ  એન્જિ.ના કુમારભાઈ પારેખ, રાજુભાઈ  રંગાણી, દર્શકભાઈ મહેશભાઇ  ઝાલાવડિયા, શૈક્ષણિક સંસ્થાઓના  સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ  ગુજરાત રાજય પ્રમુખ ભરતભાઈ  ગાજીપરા સહિતના ઉપસ્થિત રહ્યા  હતા.   

આ કાર્યક્રમને સફળ બનાવવા  જયંતિભાઈ સરધારાના માર્ગદર્શન હેઠળ  મનસુખભાઈ સરધારા,  પરષોતમભાઈ પીપળિયા,  રમેશભાઈ અજુડિયા, નિરવભાઇ  સાવલિયા, મહેશભાઈ સરધારા,  પંકજભાઈ તારપરા, હિતેશભાઈ  નસૌત, જતીનભાઈ ગઢિયા,  અમિતભાઈ પાદરિયા, પંકજભાઈ  ઠુંમર, પ્રિયંકભાઈ ખુંટ, નિશાંતભાઈ  નશિત, વજુભાઈ મારૂ, અમિતભાઇ  ખુંટ, શિવાભાઈ નશીત, બકુલભાઈ  જોષી, ખિમરાજભાઈ મારૂ,  જતીનભાઈ વાડોદરિયા, કેતનભાઈ  સગપરિયા, પાર્થભાઈ કાછડિયા,  હાર્દિકભાઈ સગપરિયાએ જહેમત  ઉઠાવી હતી.   

(5:02 pm IST)