Gujarati News

Gujarati News

News of Monday, 1st November 2021

રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેના જેલ સલાહકાર સમિતિની ત્રિમાસિક મીટીંગનું આયોજન કરાયું:૧૪ વર્ષ પૂર્ણ થયા હોય તેવા ૨૪ પાકા કેદીઓના કેસની ચર્ચા

જેલ અધિક્ષક સુશ્રી બન્નો જોશીનું સફળ આયોજન: ડિસ્ટ્રીકટ અને સેસન્સ જજ, રૂરલ એસપી, ડીસીપી ઝોન 2ની ઉપસ્થિતી

રાજકોટઃ આજે સાંજે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજકોટના અધ્યક્ષ સ્થાને જેલ સલાહકાર સમિતિની ત્રિમાસિક સમિતિનું આયોજન કરવામાં આવેલ. જેમાં ડિસ્ટ્રીક અને સેસન્સ જજશ્રી ઉત્કર્ષ દેસાઇ, પોલીસ અધિક્ષક(રાજકોટ ગ્રામ્ય)શ્રી બલરામ મીણા , નાયબ પોલીસ કમિશ્નર રાજકોટ ઝોન-૦ર શ્રી મનોહરસિંહ જાડેજા, સમાજ કલ્યાણ અધિકારીશ્રી શર્મા તેમજ સામાજીક કાર્યકર ઉપસ્થિત રહેલ હતા. સલાહકાર સમિતિમાં અત્રેની રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ પાકા કામના કેદીઓ પૈકી ૧૪ વર્ષ પૂર્ણ થયા હોય તેવા ૨૪ પાકા કેદીઓના કેસની ચર્ચા કરવામાં આવેલ તેમજ જેલ સલાહકાર સમિતિના સભ્યો દ્વારા જેલ વિઝીટ કરવામાં આવેલ અને જેલ વિઝીટ દરમિયાન બંદિવાનોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ. 

જેલ સલાહકાર સમિતિની મીટીંગ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમા બંદિવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. તેમજ કાર્યક્રમને અનુરૂપ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમજ પોલીસ અધિક્ષક (રાજકોટ ગ્રામ્ય)શ્રી બલરામ મીણા દ્વારા પ્રાસંગિક સંબોધન કરવામાં આવેલ તેમજ જેલ અધિક્ષક સુ.શ્રી બન્નો જોષી દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને સફળ બનાવાયો હતો. જેલના અધિકારી/કર્મચારી તથા બંદિવાનોનો આભાર વ્યકત કરી તથા બંદિવાનોને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.

(9:24 pm IST)