Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા વધુ એક શખ્સ ઉદયને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

અગાઉ યશ સંતોકી અને ચિરાગ વડારીયાને પકડયા બાદ ઉદય ગોઘાસરાને દબોચ્યો

રાજકોટ,તા. ૧ : મોબાઇલ ફોનમાં આઇડી બનાવી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને અગાઉ ક્રાઇમ બ્રાંચે પકડાયા બાદ વધુ એક શખ્સને પકડી લીધો છે.

મળતી વિગત મુજબ મોબાઇલ ફોનમાં આઇડી બનાવી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા યશ પ્રફુલભાઇ સંતોકી (ઉવ.૨૨) (રહે. મુળ વેરાડ ગામ તા. ભાણવડ હાલ એફ.સી.આઇ ગોડાઉન પાસે લેબર કોલોની જામનગર) રોડ અને ચિરાગ અમૃતલાલભાઇ વડારીયા (ઉવ.૨૯) (રહે. હિરવિલા બ્લોક નં. એ/ફલેટ નં. ૨૦૪, ૧૫૦ ફુટ રીંગ રોડ)ને ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લીધા હતા બંનેની પુછપરછમાં  વધુ એક શખ્સનું નામ ખુલતા અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારના પુષ્પ રેસીડેન્સી એચ/૨૦૪ મુળ માળીયાહાટીના ભુંડરી ગામના ઉદય ચંદુભાઇ ગોઘાસરા (ઉવ.૨૪)ને પકડી લઇ રૂ. ૫૦૦૦ની કિંમતનો મોબાઇલ ફોન કબ્જે કર્યો હતો. આ કામગીરી પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.જે.જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, મહેશભાઇ, જયદીપસિંહ, શકિતસિંહ તથા કુલદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(2:58 pm IST)