Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

સમસ્‍ત ગુર્જર કડિયા સમાજની હાકલઃ ભાજપને સબક શીખડાવો

નરેન્‍દ્રબાપુ સોલંકીને આટલો અન્‍યાય શા માટે?શા માટે અનેક સંનિષ્‍ઠ દિગ્‍ગજોને વધેરી નખાયાઃ આ બધું વિચારીને મત આપજો

રાજકોટ તા.૩૦: શ્રી સમસ્‍ત ગુર્જર કડિયા સમાજ-રાજકોટની યાદીમાં જણાવ્‍યુ છે કે ભાજપમાં ઉમેદવારોને ધરાર બેસાડવામાં આવેલ છે તેનું કારણ એ છેકે શહેરના ભાજપના કેટલાક આગેવાનો ધારાસભ્‍યો, કોર્પોરેશનના પદાધિકારીઓને કાયમી ધોરણે પોતાના અંડરમાં રાખવા માગે છે. શું આ આગેવાનો આજે પ્રવર્તતા તેલના ડબાના ૩૦૦૦ રૂા., ગેસના બાટલાના ૧૧૦૦ અને  પેટ્રોલના ૧૦૦ રૂા.ના ભાવો ઘટાડવા ભાજપમાં લેખીત કે મૌખીક રજુઆતો કરી શકશે ખરા? આવી જ રીતે જનતા પાસેથી ઉઘરાવતા હાઉસટેક્ષ સફાઇ ખર્ચ, પાણીવેરો, ગાર્બેજ કલેકશન, વાહન ખરીદી ટેકસ, શોપ લાખ સન્‍સ વિગેરેના ભાવો ઘટાવા રજુઆત કરી ના પ્રજા હીતમાં સરકાર સામે વિરોધ ઉઠાવી શકશે? આ યાદીમાં કહયુ છે કે રાજકોટ-ભાજપનો કોઇ ઉમેદવાર પ્રજાના હીતમાં ઉપરોકત વળ કહી શકે તેમ નથી.

આ પ્રેસ યાદીમાં જણાવાયુ છે કે આપણે શા માટે તેઓને મત આપી અને આ કમરતોડ મોંઘવારી, આ કમરતોડ કરવેરા, આ કમરતોડ રસ્‍તાઓ, સહન કરવા બદલે એક વખત કોંગ્રેસના ઉમેદવારોને મત આપી અને આપણે આપણો અવાજ ઉઠાવવાની આવશ્‍યકતાઓ છે. તેવુ આપ સૌને નથી લાગતુ?? એક વખત કોંગ્રેસને મત આપવાથી કાંૅઇ કેન્‍દ્રની સરકાર ઉથલી જવાની નથી. આપણે આવતી કેન્‍દ્રની સરકારની ચૂંટણીઓને જયારે બે વર્ષની વાર છે, કોર્પોરેશનની ચૂંટણીઓને અઢી વર્ષ જેવી વાર છે તો એક વખત આ પ્રયોગ કરવામાં કંઇ ખોટુ નથી લાગતુ. રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક પ્રકારના પ્રયોગો કરવામાં આવે છે. તો આ વખતે જનતાએ પણ આ એક પ્રયોગ કરવાની આવશ્‍યકતા હોવાનો દાવો સમસ્‍ત ગુર્જર કડીયા સમાજની યાદીમાં કરવામાં આવ્‍યો છે.

સમાજની યાદીમાં ધારદાર પ્રશ્ન ઉઠાવાયો છે. રમેશભાઇ ટીલાળા ચૂંટણી જીતી જાય તો બીજી એકપણ જ્ઞાતિના ઉમેદવારોને તેમના સમાજની વસતી મુજબ કોર્પોરેશનની ચૂંટણીઓના ટિકિટ અપાવી શકશે? તેઓ કોઇના રબ્‍બર સ્‍ટેમ્‍પ તરીકે ચૂંટણી લડી રહયાની પણ ચર્ચા છે. ભાજપના અમુક આગેવાનોએ અત્‍યારથી તેમનો કબ્‍જો લઇ લીધો છે અને તેઓ પ્રજાહિતમાં કયારેય સ્‍વતંત્ર નિર્ણય લઇ શકે તેમ નથી. ભુતકાળમાં કિરણભાઇને સંસદ લડાવેલ, તેઓ હારી ગયા, પછી તેમને કોઇપણ કાર્યક્રમમાં બોલાવાયા છે ખરા?

આનંદીબેનને ઉથલાવવા માટે જવાબદાર મનપા અને ગુજરાતને હિંસાની હોળીમાં નાખવાટ હાર્દિકને ભાજપે ટિકીટ આપી ચૂંટણી શા માટે લડાવેલ છે.? શું આંદોલન સર્જનાર ખુદ ભાજપ પ્રેરિત મહોરું હતુ? તેવો પ્રશ્ન પણ સમાજ દ્વારા પૂછાયો છે.

નરેન્‍દ્રભાઇ સોલંકી તરફથી સમગ્ર સમાજના વડીલો માતાઓ, ભાઇઓ, બહેનો, યુવાન મિત્રો, આપા ગીગાના ઓટલાના સેવકો અને ભાજપ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકની અપીલ કરી સમગ્ર વાત વાંચી, વિચારી અને ત્‍યારબાદ મકકમતાથી યોગ્‍ય મતદાન કરવા પણ હાકલ થઇ છે. અમે કોઇ એકપક્ષ માટે મત આપવાનું નથી કહેતા પણ તમે કોઇ એક પક્ષની ઉમેદવારીને જ માટે મતદાન કરી, યોગ્‍ય લાગે તેને જ સમર્થન અને મત આપી લોકશાહીની ફરજ નિભાવજો

સમસ્‍ત ગુર્જર કડિયા સમાજની યાદીમાં જણાવાયુ છે કે રાજકોટમાં પ્રજાહીતમાં નરેન્‍દ્રભાઇ સોલંકી (ગુરૂ જીવરાજબાપુ મહંતશ્રી આપાગીગા ઓટલો) ૩૦ વર્ષથી રાજકોટક્ષેત્ર કામ કરી શકયા છે.આટલા વર્ષો પછી ભાજપ યુવા તેમને અન્‍યાય કરાયાનું તેમને લાગે છે? કોર્પોરેટર તરીકે ૨૦ વર્ષ સેવા આપી. ડેપ્‍યુટી મેયર, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન, વિવિધ કમીટીના ચેરમેન પદે પણ  લીધા હીતમાં આકરા નિર્ણયો ઓબીસી નિગમના ૩ વર્ષ ચેરમેન રહયા. ૩૦ વર્ષને તેમની નિષ્‍કલંક કામગીરી સામે કોઇ આંગળી ચીંધી શકે તેમ નથી કે તેમણે ભ્રષ્‍ટાચાર કર્યો છે. ભ્રષ્‍ટાચાર અટકાવ્‍યો છે. શું તે પાપ છે? લોકહીતમાં કોઇ પણ પાર્ટીના કોઇપણ વ્‍યકિત માટે લોકોને સત્‍ય કહેવું તે ગુન્‍હો છે?

સમાજની યાદીમાં ધારદાર પ્રશ્ન પુછાયો છે કે સ્‍વ.ચીમનભાઇ પટેલથી સ્‍વ.કેશુભાઇ પટેલ, ચિમનકાકા, પ્રવીણકાકા, રાજેન્‍દ્રસિંહજી સુધીના મહાનુભાવો સાથે જેમનો ધરોબો રહયો, કામ કર્યુ છે. અનેક અનેક રાજયા-ભાજપા વખતે અનેક લાલઓને વના થયા નથી. આ ઉપરાંત પાર્ટી રાજકોટ દક્ષિણમાં પટેલ ઉમેદવારને જ ટીકીટ આપવા દક્ષિણમાં પટેલ ઉમેદવારને જ  ટીકીટ આપવા માગતી હતી તો ગોવિંદભાઇને કેમ ન આપી? ધનસુખભાઇ ભંડેરીને કેમ ન આપી.વિનુભાઇ ધવાને કેમ ન આપી?(ધવા પરિવાર દ્વારા પાટીદાર સમાજને ભાજપમાં લાવવા અથાગ પ્રયાસો સહુ કોઇ જાણે છે.) ૬૮માં અરવિંદ રૈયાણીને કેમ કાપ્‍યા? વલ્લભ દુધાત્રાને કેમ ન આપી? ૬૯માં અનિલભાઇ કલ્‍પકભાઇ, કમલેશભાઇ, કશ્‍યપભાઇ જયા દિગ્‍ગજોને કેમ બાકાત રખાયા. જુનાગઢમાં રઘુવંશી સમાજના ડોલરભાઇ, ગીરીશભાઇ કે પ્રદિપભાઇને કેમ કાપ્‍યા વઢવાણમાં જીજ્ઞાબેન પાસે લેખીત જાહેરાત કેમ કરાવવી પડી આવા ધારદાર પ્રશ્નો પૂછયા છે.

છેલ્‍લા ૩૦ વર્ષની નરેન્‍દ્રભાઇ સોલંકીની રાજકીય, સામાજીક, શૈક્ષણિક, કોઇપણ પ્રકારની પ્રવૃતિઓમાં કોઇની તાકાત છે કે કોઇ આંગળી પણ ચિંધી શકે કે તેઓએ આમાંથી કોઇપણમાં ભ્રષ્‍ટાચાર કરેલ છે??

શું ભ્રષ્‍ટાચારને અટકાવવો તે પાપ છે? શું ભ્રષ્‍ટાચારને પોષવો તે પુણ્‍ય છે?? લોકોના હીતમાં કોઇપણ પાર્ટીના કોઇપણ લોકોને સાચી વાત કરવી તેં ગુન્‍હો છે.

ખોટી વાતોમાં હા એ હા ન કરવી અને પ્રજા હીતમાં અને પાર્ટીના હીતમાઁ સાચી વાત કરવી તે શુૅ ગુન્‍હો છે.??

ઉપરોકત તમામ વાતોને જોતા શું તમોને નથી લાગતુ કે નરેન્‍દ્રભાઇ સોલંકી (શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ મહંત શ્રી આપાગીગાનો ઓટલો) ખરા અર્થમાં સતાના માધ્‍યમ દ્વારા લોકોની સેવા કરવા માટે આવેલા છે નહી કે પોતાના વ્‍યકિતગત લાભા લાભો માટે સમસ્‍ત ગુર્જર કડીયા સમાજને યાદીમાં અંતમાં જણાવાયુ છે કે કોર્પોરેશનની અંદર કોઇપણની સતા હોય લોકોના હીતની વાત હોય, ગોંડલ રોડનો ટ્રાય એન્‍ગલનો બ્રીજ ચાલુ કરવાનો હોય, કોર્પોેરેશન દ્વારા વેરા વધારવાની વાતનો વિરોધ કરવાનો હોય, રાજકોટ મ્‍યુ.કોર્પોરેશનના પ્‍લોટોની અંદર ડેવલોપીંગ કરવાની વાત હોય, કે પછી રાજકોટ શહેરના જે તે વખતના સિમેન્‍ટ રોડ, ડ્રેનેજ સિસ્‍ટમો કરવાની હોય આવા દરેક પ્રજાહીતના કાર્યોમાં કોઇના વ્‍યકિતગત હિતોમાં પડયા વગર ફકત અને ફકત પ્રજાહિતની જ જેને વાત કરી હોય તેવા નરેન્‍દ્રભાઇ સોલંકી(નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ)ની સાથે ભાજપના અમુક નેતાઓ દ્વારા અન્‍યાય થયો હોય અને નરેન્‍દ્રબાપુને પાડી દેવાના પ્રયત્‍નો થયા હોય તેવુ જો આપને લાગતુ હોય તો એક વખત અવશ્‍ય નરેન્‍દ્રભાઇ સોલંકીને અન્‍યાય કરનાર પાર્ટીને એટલેકે ભાજપને હરાવવા માટે મતદાન કરશો

(4:07 pm IST)