Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

રાવણા રાજપુત યુથ ગુજરાતની મીટીંગઃ સમાજલક્ષી મુદ્દાઓ વિશે ચર્ચા

રાજકોટઃ રાવણા રાજપુત યુથ ગુજરાતની રાજકોટ શહેરના હોદેદારો દ્વારા પ્રદેશ પ્રમુખશ્રી કાનાભાઇ ચૌહાણ, પ્રદેશ મહાસચિવ અલ્‍પેશ ગોહીલ તેમજ પ્રદેશ મહામંત્રીશ્રી મિતરાજસિંહ પરમારના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટના હોદેદારોની મીટીંગમાં આગામી દિવસોમાં સમાજલક્ષી મુદ્દાઓ વિશે ચર્ચા-વિચારણા તેમજ આગામી કાર્યક્રમ નકકી કરવા અંગે વિચાર વિમર્સ કરવામાં આવેલ, સાથે સાથે રાજકોટ સહિત અન્‍ય શહેરોમાં પણ ટુંક સમયમાં હોદેદારોની સહર્ષ નિમણૂંક કરવામાં આવનાર છે. રાવણા રાજપુત યુથ ગુજરાત-રાજકોટ શહેરમાં શ્રી ખિલનભાઇ ભટ્ટીઃ પ્રમુખ, સન્નીભાઇ વાઘેલાઃ ઉપપ્રમુખ, સુનિલભાઇ પરમારઃ ઉપપ્રમુખ, કમલેશભાઇ પરમારઃ મહામંત્રી, ચંદ્રેશભાઇ જાદવઃ સંગઠન મંત્રી, જયભાઇ હાપાઃ સહ સંગઠન મંત્રી, ભાવેશભાઇ હાડાઃ મંત્રી, પાર્થભાઇ ભટ્ટીઃ મંત્રી, પ્રિયાંકભાઇ ચૌહાણઃ સહમંત્રી,હીતેશભાઇ ચાવડાઃ સહ મંત્રી, દેવાંગભાઇ મકવાણા, ઇવેન્‍ટ ઇન્‍ચાર્જ, શૈલેષભાઇ ચૌહાણઃ ઇવેન્‍ટ ઇન્‍ચાર્જ, પ્રતિકભાઇ બારડઃ મીડીયા ઇન્‍ચાર્જ, આનંદભાઇ રાજપુતઃ સોશ્‍યલ મીડીયા ઇન્‍ચાર્જ કાર્યરત હોવાનું રાવણા રાજપુત યુથ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રીકાનભાઇ ચૌહાણની યાદીમાં જણાવાયુ છે. વધુ વિગતો માટે મો.૯૪૦૯૨ ૦૦૮૦૦ ઉપર સંપર્ક કરવો.

(4:20 pm IST)