Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

બીજુ દાન કરો કે ન કરો પણ મતદાન જરૂર કરજોઃ જગદીશ રાવલ

રાજકોટ તા. ૩૦: ગુજરાત રાજયની ચુંટણીનું પ્રથમ તબકકાનું મતદાન કાલે તા. ૧ ના ગુરૂવારે સવારે ૮ થી સાંજે પ કલાક સુધી નિર્ધારીત હોય, ૮૯ બેઠકોનું મતદાન ગુજરાતનું ભવિષ્‍ય લખશે. ત્‍યારે બ્રહ્મસેના અધ્‍યક્ષ જગદીશ રાવલ દ્વારા સમગ્ર બ્રાહ્મણ સમાજના તળગોળ, જ્ઞાતિ સંસ્‍થાઓ, વિવિધ મંડળોના આગેવાનોને જરૂર મતદાન કરવા અપીલ કરાઇ છે. બીજુ દાન કરો કે ન કરો પણ મતદાન જરૂર કરવા તેઓએ જણાવેલ છે.

(4:20 pm IST)