Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

લોહાનગરમાં ઘોડીપાસાનો જૂગાર રમતાં હિરેન, જુમો, ઇમરાન અને ફૈઝલ પકડાયા

એ-ડિવીઝનના રામભાઇ આહિર અને જગદીશભાઇ વાંકની બાતમીઃ પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં દરોડોઃ ૧૮૫૦૦ની રોકડ કબ્‍જેઃ અગાઉ પણ ચારેય પકડાયા'તા

રાજકોટ તા. ૨: લોહાનગર મફતીયાપરામાં ઘોડીપાસાનો જૂગાર રમતાં  ચાર શખ્‍સો હિરેન રસિકભાઇ આડેસરા (ઉ.૩૦-રહે. વિવેકાનંદનગર કોઠારીયા રોડ), જુમા જીવાભાઇ ઠેબા (ઉ.૪૦-રહે. ભગવતીપરા-૧૦), ઇમરાન હાસમમિંયા સૈયદ (ઉ.૩૭-રહે. સંજયનગર-૨) તથા ફૈઝલ આરીફભાઇ ગલરીયા (ઉ.૨૭-રહે. લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી)ને એ-ડિવીઝન પોલીસે પકડી લઇ રૂા. ૧૮૫૦૦ રોકડા તથા બે નંગ ઘોડીપાસા કબ્‍જે લીધા છે.

કોન્‍સ. રામભાઇ આહિર અને જગદીશભાઇ વાંકની બાતમી પરથી એસીપી એસ. આર. ટંડેલની સુચના મુજબ અને પીઆઇ સી. જે. જોષીની રાહબરીમાં પીએસઆઇજે. એમ. ભટ્ટ, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, ડી. બી. ખેર, હેડકોન્‍સ. હારૂનભાઇ ચાનીયા, વિરભદ્રસિંહ ઝાલા, કોન્‍સ. મોૈલિકભાઇ સાવલીયા, નરેશભાઇ ઝાલા, મેરૂભા ઝાલા, જયપાલસિંહ સરવૈયા સહિતે આ દરોડો પાડયો હતો.

પકડાયેલા ચારેય શખ્‍સો અગાઉ પણ જુગારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યા છે.

(3:53 pm IST)