Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

આ વર્ષે અલનિનો વિલન નહિ બને, ચોમાસુ ટનાટન રહેશે

૯૬ થી ૧૦૪ ટકા વરસાદ પડશે

રાજકોટ : વેધરની એક ખાનગી સંસ્‍થાએ જણાવ્‍યુ હતું કે અમેરીકન કલાઈમેટ એજન્‍સી Noaaના માપદંડ મુજબ જાન્‍યુઆરી માસ આખર સુધીમાં વિધિવત રીતે ‘લા નીના' પ્રસ્‍થાપિત થાય તેવી શકયતા છે. બસ એ મુજબ જ થવા જઈ રહ્યુ છે.

(અમેરીકન કલાઈમેટ એજન્‍સી Noaa મુજબ લા નીના એડવાઈઝરી હેઠળ છે. Noaaના માપદંડ મુજબ સળંગ ત્રણ મહિનાનું “Nino 3.4 = Latitude 5o N થી 5o S અને Longitude 120o W  થી 170o W વિસ્‍તારનું sst મૂલ્‍ય -5o C કે તેથી નીચુ રહેવુ જોઈએ. જે સળંગ (પાંચ ચરણ) પાંચ મહિનાની સીઝન સુધી -5o C કે તેથી નીચુ મૂલ્‍ય આંક રહેવુ જોઈએ.)

જુલાઈ - ઓગષ્‍ટ - સપ્‍ટેમ્‍બરમાં -6o C જયારે ઓગષ્‍ટ - સપ્‍ટેમ્‍બર - ઓકટોબરમાં -9o C જયારે સપ્‍ટેમ્‍બર - ઓકટોબર - નવેમ્‍બરમાં -1.2o C તેમજ ઓકટોબર - નવેમ્‍બર - ડિસેમ્‍બરમાં -1.3o C મૂલ્‍ય નોંધાઈ ચૂકયુ છે.

આમ હાલ ત્રિમાસિક ગાળાના ચાર ચરણ પૂર્ણ થયા છે. Noaa કલાઈમેટ એજન્‍સીના માપદંડ પ્રમાણે જાન્‍યુઆરી ૨૦૨૧ માસ આખર સુધીમાં વિધિવત રીતે લા નીના પ્રસ્‍થાપિત થઈ જશે.

વિધિવત લા નીના પ્રસ્‍થાપિત થયા બાદ ક્રમશઃ એસએસટી મૂલ્‍ય વધતુ જશે. ભારતીય દક્ષિણ પમિ ચોમાસાની મે - ૨૦૨૧ના પાછલા પખવાડીયામાં શરૂઆત થાય ત્‍યાં સુધીમાં એન્‍સો ન્‍યુટ્રલ તરફ આવી જશે. છતા પણ ચોમાસાની શરૂઆત સમયે એસએસટી મૂલ્‍ય તરફી રહેશે.

મુખ્‍ય વાત એ છે કે ૨૦૨૧ દક્ષિણ પમિ ચોમાસા દરમિયાન Noaa કલાઈમેટ એજન્‍સીના માપદંડ પ્રમાણે એલ નીનોની શકયતા નહિવત છે. એટલે કે આવતા ચોમાસા દરમિયાન એલ નીનો વિલનગીરી નહિં કરી શકે. દેશ લેવલે ચોમાસુ નોર્મલ (૯૬ થી ૧૦૪% વરસાદ રહે એ પૈકી એક પરિબળ સારૂ ગણાય.

ઈન્‍ડિયન ઓશન ડાઈપોલ (આઈ.ઓ.ડી.) બાબતે સાચો ખ્‍યાલ માર્ચ મહિનામાં આવી શકે. હાલ કહેવુ અતિશ્‍યોકિત ભર્યુ ગણાય. આઈ.ઓ.ડી. બાબતે યોગ્‍ય સમયે અપડેટ આપવામાં આવશે તેમ જણાવાયુ છે.

(3:55 pm IST)