Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

શહેરમાં ડ્રેનેજની ફરીયાદનો ધોધ

ગત મહિને સૌથી વધુ ડ્રેનેજને લગતી ૮ હજાર તથા લાઇટ, પાણી, ટી.પી. સહીતની ૧૬ હજારથી વધુ ફરીયાદ કોલ સેન્ટરમાં નોંધાઇઃ ૧૯૮ર પેન્ડીંગ

રાજકોટ, તા., ૨: ગત જાન્યુઆરી માસમાં મ્યુ.કોર્પોરેશનનાં કોલ સેન્ટરમાં લાઇટ, પાણી, ડ્રેનેજની, જગ્યા રોકાણ, ગેરકાયદે બાંધકામ સહીતની ૧૬ હજારથી વધુ ફરીયાદ નોંધાઇ હતી. આજ દિન સુધીમાં કુલ ૧૯૦૦ ફરીયાદ પેન્ડીંગ છે. સૌથી વધુ ડ્રેનેજની ૮ હજાર ફરીયાદો નોંધાઇ છે.

મ્યુનિસીપલ કોર્પોરેશનના કોલ સેન્ટરમાં શહેરીજનોએ તા.૧ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધીમાં ડ્રેનેજની ૮૦૦૦, લાઇટની ર૯૩ર, સોલીડ વેસ્ટની ૧૪૦૦, પાણીની ૩૦૦૦ તથા જગ્યા રોકાણની ૧૨૮ તથા ટી.પી.ની ૬૪ સહીત કુલ ૧૬૫૧૯ ફરીયાદો નોંધાવી હતી. જેમાં ૧૪૦૦૦ જેવી સમસ્યાઓ ઉકેલાઇ ગઇ છે. જયારે ૧૯૮ર ફરીયાદો પેન્ડીંગ છે.

 

(4:16 pm IST)