Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

વોર્ડ-૧૬માં દૂષીત પાણી અંગે રજુઆત

રાજકોટ શહેરના વોર્ડ નં.૧૬માં છેલ્લા ૮ માસથી પાણીનો ફોર્સ ઓછો આવતો હોવાથી વોર્ડના રહીશોએ અનેક વખત રજૂઆત કરેલ હતી પણ તંત્રના પેટનું પાણી પણ હલતું ન હતું. હમણાં છેલ્લા ૧૫ દિવસ થયા પીવાનું પાણીમાં ઇયળો, ડોરુ પાણી આવતું શરૂ થતા કોર્પોરેટરને આ બાબતની જાણ કરેલ હતી. કોર્પોરેટરે કમિશનરને ધારદાર રજૂઆત કરી. આ તકે વિરોધ પક્ષના નેતા વસરામભાઇ સાગઠીયા, વલ્લભભાઇ પરસાણા, સુરેશભાઇ ગરૈયા, બિપીનભાઇ દવે, ઇબ્રાહીમભાઇ સોરા, દિપ્તીબેન સોલંકી, રોજીનાબેન ઠેબા, હાજીભાઇ ઓડિયા, વગેરે હાજર રહી ઘટતું કરવા રજુઆત કરેલ હતી.

(4:23 pm IST)