Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

રાષ્ટ્રીયકક્ષાએ નામ રોશન કરતા ડો.ફાલ્ગુની મજીઠીયા

મીસીસ ઈન્ડિયા રનર્સઅપ અને ફેશન આઈકોનનો ખિતાબ હાંસલ કર્યો : મુળ રાજકોટના અને હાલ પોરબંદર એવા ડો.ફાલ્ગુનીએ એથ્લેટિક સ્પર્ધાઓમાં પણ અનેક એવોર્ડ મેળવ્યા છેઃ યોગા ઈન્સ્ટ્રકટર તરીકે કાર્યરત

રાજકોટઃ તાજેતરમાં ગોવા ખાતે સતત ચાર દિવસ સુધી યોજાયેલી  ' મિસ/મીસીસ ઇન્ડિયા દિવાસ સૌંદર્ય સ્પર્ધા' માં રાજકોટમાં જન્મેલી અને પોરબંદરમાં પરણેલી યુવતી ડો.ફાલ્ગુની મજીઠીયાએ રાષ્ટ્રીય કક્ષાએ સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું છે. અનેક ગૃહિણીઓ વચ્ચેની સ્પર્ધામાં તેણે મીસીસ ઇન્ડિયા રનર્સ અપ તથા ફેશન આઇકોન એમ બે ખિતાબ મેળવી સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું છે.

સ્પર્ધા દરમિયાન આયોજિત જુદા જુદા ૧૦ રાઉન્ડ અંતર્ગત ઇન્ટરવ્યૂ, ક્રિએટિવ, ઇન્ડિયન એપ્નિક સહિતમાં ટેલેન્ટ દર્શાવી ઉપરોકત બંને ખિતાબો હસ્તગત કરી લેવામાં સફળતા મેળવી હતી.

રાજકોટના સચદેવ પરિવારમાં જન્મેલી ડો. ફાલ્ગુનીએ પોરબંદરના મજીઠીયા પરિવારમાં લગ્ન કર્યા છે. તેણે પરણિત મહિલાઓ પણ જુદા જુદા ક્ષેત્રે સિદ્ઘિ હાંસલ કરી શકે છે તે પુરવાર કરી બતાવ્યું છે. અને બંને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

તેઓ આ અગાઉ મિસિસ ગુજરાત દિવાસ સૌંદર્ય સ્પર્ધામાં વિજેતા થયા હતા તેથી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે તેમની પસંદગી થઇ હતી.તેમણે એથ્લેટિક સ્પર્ધાઓમાં પણ અનેક એવોર્ડ મેળવેલા છે. હાલમાં તેઓ રાજકોટમાં યોગા ઇન્સ્ટ્રકટર તરીકે કાર્યરત છે.તથા ગૃહિણીઓ તેમજ કોલેજ સ્ટુડન્ટ્સને ફિટનેસ વેલનેસ સેન્ટરના માધ્યમથી યોગા, ઝુમ્બા, મેડિટેશન , બોડી રિલેક્ષેશન, ડાયેટિંગ , વેઇટલોસ ,સહીત સ્વાસ્થ્ય અંગે તાલીમ આપી રહ્યા છે.

ડો.ફાલ્ગુની ઉપર ( મો.૯૩૨૭૮ ૯૯૯૯૯ ) ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(4:32 pm IST)