Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

ગવરીદળમાં પાળેલા કબુતરને પથ્થર મારવાની ના પાડતા ભોલા વાઘેલા પર ધારીયાથી હુમલો

કાકા ધીરૂ વાઘેલા અને પુત્ર કાનો વાઘેલા સામે ગુનો

રાજકોટ તા.ર : ગવરીવળ ગામ આણંદપર રોડ પર કબુતરોને પથ્થર મારવાની ના પાડતા યુવાન પર તેનાજ કાકા અને તેના પુત્રએ ધારીયાથી હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગવરીદળ ગામ આણંદપર રોડ સલામીધાર આગળ ચામુંડા માની ધાર પર રહેતા જોલા રામભાઇ વાઘેલા ઉ.રપ એ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં ગામમાંજ રહેતા ધીરૂ ચકુભાઇ વાઘેલા અને તેનો પુત્ર કાનો વાઘેલાના નામ આપ્યા  છે. ભોલાભાઇ વાઘેલાએ ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે સાવેણી બનાવવાનું કામ કરે છે. ગઇકાલે પોતે, માતા લાભુબેન, પત્ની રેખા ઘરે હતા  અને ઘરમાં પોતે કુકડા અને કબુતર પાળેલ હોય, ગઇકાલે ઘરની બાજુમાં રહેતા કાકા ધીરૂ, ચકુભાઇ વાઘેલાનો પુત્ર કાનો પોતાના પાળેલા કબુતરને પથ્થર મારતો હોઇ તેથી પોતે તેના કાકાને ઠપકો આપવા તેના ઝુપડા પાસે ગયો ત્યારે કાકા ધીરૂ અને તેના દિકરા કાનાએ ઝઘડો કરી ગાળો દેવા લાગ્યા હતા બાદ ઉશ્કેરાઇને કાકા ધીરૂ વાઘેલાએ ધારીયા માથાના ભાગે ફટકારી દેતા પોતાને માથાના પાછળના ભાગે ઇજા થઇ હતી. બાદ દેકારો બોલતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા અને ૧૦૮ મારફતે પોતાને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસે ભોલા વાઘેલાની ફરીયાદ પરથી ધીરૂ ચકુભાઇ વાઘેલા અને તેના પુત્ર કાના વાઘેલા વિરૂદ્ધ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. આર.કે.રાઠોડે તપાસ હાથ ધરી છે.

(4:37 pm IST)