Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

દારૂના બે, પાંચ નહિ 22 ગુનામાં સામેલ બજરંગવાડીના હસરત પઠાણને પાસામાં ભુજ જેલમાં ધકેલતા પોલીસ કમિશ્નર અગ્રવાલ: ક્રાઇમ બ્રાન્ચે વોરન્ટ બજવણી કરી: હસરતની પાસાની આ છઠ્ઠી સફર

રાજકોટઃ બજરંગવાડી રાજીવનગર 7માં રહેતાં હસરતખાન હનીફખાન પઠાણ (ઉ.વ.૩૨)પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે પાસા તળે જેલમાં ધકેલવા વોરન્ટ ઈશ્યુ કરતા ભુજ જેલહવાલે કરાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આ વોરન્ટની બજવણી કરી છે. આ લિસ્ટેડ બુટલેગર વિરુદ્ધ રાજકોટ, મોરબી, પડધરી, બનાસકાંઠા, અમદાવાદમાં દારૂના કુલ 22 ગુના નોંધાઇ ચુક્યા છે અને અગાઉ 5 વખત પાસાની યાત્રા કરી ચુક્યો છે. હવે છઠ્ઠી વખત પાસામાં ધકેલાયો છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભાગ રૂપે આચાર સંહિતાની કડક અમલવારી થાય અને રાજકોટ શહેર વિસ્તારના લોકોની જાનમાલનું રક્ષણ થાય તથા લોકો નિર્ભય રીતે ભયમુકત વાતાવરણમાં શાંતીપુર્ણ રીતે મતદાન કરી શકે અને ગુન્હાખોરી ઉપર અંકુશ રહે તે હેતુસર રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા અપાયેલી સુુુચના અંતર્ગત એસીપી ડી.વી.બસિયાની રાહબરીમાં.ડી.સી.બી. પો. ઇન્સ્પેકટર વી.કે.ગઢવી, પી.સી.બી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર આર.વાય.રાવલ, ડી.સી.બી. પો.સ્ટે. પો.સબ.ઇન્સ. પી.બી.જેબલીયા પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. વિક્રમભાઇ ગમારા, પો.હેડ.કોન્સ. જીગ્નેશભાઇ મારૂ, પો.હેડ.કોન્સ. અંશુમાનભા ગઢવી, પો.કોન્સ. દેવાભાઇ ધરજીયા, પો.કોન્સ. પ્રતાપસિંહ મોયા, પી.સી.બી. શાખાના એ.એસ.આઇ. શૈલેષભાઇ રાવલ, પો.હેડ.કોન્સ. રાજુભાઇ દહેકવાલ, પો.હેડ.કોન્સ. ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, પો.કોન્સ. રાહુલગીરી ગૌસ્વામીએ આ કાર્યવાહી કરી છે.

(8:56 pm IST)