Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

મંદી-મોંઘવારી છતા મ.ન.પા.ને ૩રપ કરોડની આવક

રંગ છે રાજકોટ : તંત્રની તિજોરી છલકાવતા ૩.૮૦ લાખ કરદાતાઓઃ આવતા સપ્તાહથી એડવાન્‍સ હાઉસટેક્ષમાં ૧૦ થી ર૧ ટકા વળતર યોજનાનો થશે પ્રારંભ

રાજકોટ તા.૧: આજે નાણાકિય વર્ષ ૨૦૨ર-૨૩ માં મ.ન.પા.ની૩રપ.૦૭ કરોડની  મિલ્‍કત વેરા આવક ગત વર્ષની સરખામણીએ પ૭ કરોડ થી વધુ આવક થવા પામી છે.  શહેરનાં પ્રમાણિક કરદાતાઓએ આર્થિક તંગી અને મંદીના મોંધવારીના માહોલમાં પણ તંત્રની તિજોરી છલકાવી અને વર્ષના છેલ્લા દિવસ સુધીમાં ૩રપ.૦૭ કરોડ જેટલી વેરા આવક નોંધાઇ છે.

જો કે વેરા આવકનો લક્ષ્યાંક ૩૪૦ કરોડ નિヘતિ થયેલ તેથી લક્ષ્યાંક સુધી પહોંચવામાં ૧પ કરોડથી વધુનું છેટુ રહી ગયું છે પરંતુ ગત નાણાકિય વર્ષ ૨૦૧૧-૨રના અંતે ર૬૮ કરોડની વેરા આવક થયેલ તેની સરખામણીએ૩રપ કરોડની આવક સારી કહેવાય. કેમકે આ વર્ષે તંત્રએ બાકી વેરો વસુલવામાં પણ સંવેદનાપૂર્વક મર્યાદા રાખી હતી, મિલ્‍કત, હરરાજીની કામગીરી કરી જ નથી. આથી જે આવક થઇ છે તે મોટાભાગે લોકોએ સામે ચાલીને સ્‍વૈચ્‍છીક રીતે વેરો ભર્યો છે તેના થકી જ થઇ છે.

અત્રે નોંધની છે કે, મહાનગર પાલિકા દ્વારા અગાઉના વરસોની માફક જ વર્ષ ર૦ર૩-ર૪ ના વર્ષમાં પણ એડવાન્‍સ મિલ્‍કત વેરાની રકમ ભરપાઇ કરનારા કરદાતાઓને વળતર આપવાની યોજનાનો પ્રારંભ એપ્રિલના પ્રથમ,અથવા બીજા સપ્તાહ એટલે કે તા. પ મી સુધીમાં કરવામાં આવે તેવી શકયતાઓ દર્શાય રહી છે. આવળતર યોજનાનો લાભ લેનાર મિલ્‍કત ધારકોને ૧૦ થી ૧૧ ટકા સુધીનું વળતર મળશે.

(4:02 pm IST)