Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

રઘુવંશી બહેનો માટે

લોહાણા મહાપરીષદ મહિલા સમિતિ સૌરાષ્ટ્ર ઝોન-૧ દ્વારા વર્કશોપઃ 'પૌષ્ટિક રસોડુ'

તા. પ જુનથી ૧૧ જુન સુધી દરરોજ સાંજે પ થી ૬ અવનવી પૌષ્ટિક વાનગીઓ ઓનલાઇન શીખવવામાં આવશેઃ ઝૂમ મિટીંગ આઇ. ડી. ૯૪૬૮૦ ૦૪૭૯૮ અને પાસકોડ LMP ઉપર વિનામૂલ્યે જોઇન્ટ થઇ શકાશે

રાજકોટ તા. ર :.. સમગ્ર વિશ્વના રઘુવંશીઓની માતૃસંસ્થા લોહાણા મહાપરીષદની મહિલા સમિતિ સૌરાષ્ટ્ર ઝોન-૧ (રાજકોટ, રાજકોટ જીલ્લો, મોરબી, સુરેન્દ્રનગર) દ્વારા તા. પ જુન થી ૧૧ જુન, ર૦ર૧ દરમ્યાન દરરોજ સાંજે પ થી ૬ 'પૌષ્ટિક રસોડુ' ઓનલાઇન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઝૂમ મિટીંગ આઇ. ડી. ૯૪૬૮૦ ૦૪૭૯૮ અને પાસકોડ LMP  ઉપર તમામ રઘુવંશી બહેનો વિનામૂલ્યે જોઇન્ટ થઇ શકશે.

સ્વસ્થ તન આપણાં મનને પણ સ્વસ્થતા બક્ષે છે એટલે હાલ આ મહામારીના સમયમાં પૌષ્ટિક ખોરાકએ અતિ આવશ્યક છે. રસોડાનાં વ્યંજનોમાં કયાં કેટલા ગુણો રહેલા છે. તેની જાણકારી આ વર્કશોપમાં આપવામાં આવશે. તો સાથે સાથે અવનવી પૌષ્ટિક વાનગીઓ ઓનલાઇન શીખવવામાં આવશે. પૌષ્ટિક વ્યંજનો સાથે શીખવવામાં આવનાર વાનગીઓમાં રયવનપ્રાસ, મખાનાના લાડુ વગેરે વિશેષરૂપથી રજુ કરાશે. તેવું સૌરાષ્ટ્ર ઝોન ૧ ના મહિલા ઝોનલ અધ્યક્ષ રંજનબેન પોપટે જણાવ્યું હતું.

આ વર્કશોપમાં નિષ્ણાંત તરીકે નજીકના ભવિષ્યમાં આયુર્વેદમાં ડોકટરની પદવી પ્રાપ્ત કરનાર ડો.કુ.હરિતા ચોલેરા સેવાઓ આપશે. આ વર્કશોપ આરોગ્યવર્ધક ટીપ્સ, લેવા માટે સમગ્ર રઘુવંશી સમાજની બહેનો ઉત્સુક છે. આ વર્કશોપ ઝુમ પ્લેટફોર્મ ઉપર ઓનલાઇન આયોજીત થયો છે.

તારીખ ૫ જૂન સાંજે ૫:૦૦ કલાકે વર્કશોપ ખુલ્લો મુકવામાં આવશે. ત્યારે આ ઉદ્ઘાટનમાં શ્રી લોહાણા મહાપરિષદના મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી રશ્મિબેન એસ. વિઠલાણી આ વર્કશોપની ઉદ્ઘાટન વિધિના અધ્યક્ષસ્થાને રહીને પ્રારંભ કરાવશે. સાથે લોહાણા મહાપરિષદના પ્રમુખશ્રી સતિષભાઇ વિઠલાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વમાંથી પદાધિકારીઓ આ ઉદ્ઘાટન વિધિમાં જોડાશે. વિશ્વભરની રઘુવંશી બહેનોને ઉપયોગી આ માર્ગદર્શક વર્કશોપ માટે સૌરાષ્ટ્ર ઝોનની ટીમ ઝોનલ અધ્યક્ષ શ્રી શ્યામલભાઇ સોનપાલના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી રહી છે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સૌરાષ્ટ્ર ઝોનના ઝોનલ મહિલા પ્રેસીડેન્ટ શ્રી રંજનબેન પોપટ, ઝોનલ સેક્રેટરી ડો.ભાવના શિંગાળા, રિજયોનલ અધ્યક્ષ કુ.વિધિબેન જટાણીયા (રાજકોટ શહેર) રિજયોનલ અધ્યક્ષ (રાજકોટ ડિસ્ટ્રીકટ) શ્રી જયશ્રીબેન સેજપાલ, રિજયોનલ અધ્યક્ષ (સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ) શ્રી દર્શનાબેન પૂજારાના સંયુકત પ્રયાસોથી થઇ રહ્યુ છે. આ કાર્યક્રમમાં જોડાવા સમગ્ર રઘુવંશી સમાજની બહેનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

(3:29 pm IST)