Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

મ્યુકર ઇન્જેકશનના કાળાબજારમાં જેતપુર, સુરત, અંકલેશ્વર તપાસાર્થે જતી એસઓજી ટીમ

૧૪ આરોપીઓ બે દિવસ સુધીના રિમાન્ડ પરઃ હજુ કેટલાક નામ ખુલવાની શકયતા

રાજકોટ તા. ૨: મ્યુકર માયકોસિસના રોગમાં ઉપયોગી ઇન્જેકશનના કાળા બજાર કરવાના કોભાંડમાં શહેર એસઓજીએ રાજકોટ, જેતપુર, જસદણ, જુનાગઢ, સુરત, અંકલેશ્વર, કોડીનારના ૧૪ શખ્સોને પકડી લીધા બાદ આ તમામના બે દિવસના રિમાન્ડ મળતાં એસઓજીની ત્રણ ટીમો અલગ અલગ આરોપીઓને સાથે લઇ વધુ તપાસ માટે જેતપુર, સુરત અને અંકલેશ્વર તરફ રવાના થઇ છે.

પોલીસે મેહુલ ગોરધનભાઇ કટેશીયા (ઉ.રર ) (નર્સિંગ  નોકરી રહે. મીરાનગર શેરીનં-ર, મહાદેવના મંદીર ની બાજુમાં, રૈયા ચોકડી, રાજકોટ), (૨) રાયસીંગ ઉર્ફે ગોપાલ જગદીશભાઇ વંસ (ઉ.૨૫- નર્સીંગ નોકરી રહે. માયાણીનગર આવાસ યોજના કવાટર્સન, ૧૨/૨૪૭, રાજકોટ ), (૩) અશોક નારણભાઇ કાગડીયા (ઉ.૨૮ ધંધો નર્સીંગ સ્ટાફ રહે. બંજરંગનગર વેકરીયાવાડી, જસદણ), (૪) નિકુંજ જગદીશભાઇ ઠાકર (ઉ.ર૧-ધંધો નોકરી રહે. હાલ ક્રિષ્ના કોવીડ હોસ્પીટલ, વિદ્યાનગર મે.રોડ રાજકોટ મુળ રહે. ગોલ્ડનપાર્ક-૩, ગજાનંદ જીનેસીસ સ્કુલ પાછળ, ખલીલપુરરોડ, જુનાગઢ),  (૫) વત્સલ હરાજભાઇ બારડ (ઉ. ૨૨ ધંધો નોકરી રહે. લક્ષ્મીવાડી-૭ તેજભાઇના મકાનમાં ભાડેથી રાજકોટ , મુળ છાછરગામ, તા. કોડીનાર, જી. ગીરસોમનાથ) (૬) યશ દિલીપકુમાર ચાવડા (ઉ.૨૫-ધંધો હાલ કાંઇ નહી રહે. શાંતિનિકેતન પાર્ક-૩ બ્લોક નં.૧૧૯, ૧૬, પરસાણાનગર, જામનગર રોડ, રાજકોટ), (૭) સાગર ચમનભાઇ કીયાડા (ઉ.૨૨-ધંધો મેડીકલ એજેન્સી રહે. ભેડા પીપળીયા ગામ તા. જેતપુર), (૮) ઉત્સવ પિયુષભાઇ નીમાવત (ઉ. ૨૫ ધંધો-પ્રા.નોકરી રહે. ૧૫૦ ફુટ રીંગ રોડ પુનીત નગર શેરી નં-૧૨ 'જય અંબે' ગોંડલ રોડ પાસે રાજકોટ), (૯) હૃદય મનસુખભાઇ જાગાણી (ઉ.૩૩-ધંધો સી.સી.ટી.વી કેમેરાનો રહે. શ્રધ્ધા સોસાયટી શેરી નં-૧ આહીર ચોક,  બાબરીયા કોલોની રાજકોટ મુળ ગામ દેવળા તા.ગોંડલ), (૧૦) હીરેન મનસુખભાઇ રામાણી (ઉ.૩ર ધંધો દવાની એજન્સી રહે. ભેસાણ જીનપ્લોટ જી.જુનાગઢ ), (૧૧) હાર્દીક મુકેશભાઇ વડાલીયા (પટેલ) (ઉ. ૩૦ ધંધો નોકરીરહે. સુરત મહાલક્ષ્મી સોસાયટી વિભાગ નં. ૧ મકાન નં ૧૪ પુણા સીમાડા રોડ, યોગીચોક સુરત), (૧૨) શુભમ રામપ્રસાદ તીવારી (ઉ.૨૫-ધંધો નોકરી રહે. અંકલેશ્વર બાલાજી કોમ્પલેક્ષ એફ-૩ કેશવ પાર્ક આશીષ શેઠના મકાનમાં ભાડેથી, મુળ ગામ દાોદરપુર (તિવારીપુર) શીંગરામ માઉ સોસાયટી (૧૩) વિશ્વાસ રાયસિંગ પાવરા (ઉ.૨૬- ધંધો નોકરી ,રહે. અંકલેશ્વર ગોપાલનગર નજીક વાલીયા રોડ કુમકુમ બંગલો મુળ ગામ લાકડીયા હનુમાન જાના સીરપુર જી. ધુલીયા મહારાષ્ટ્ર તથા (૧૪) અભીષેક કુમાર શ્રવણકુમાર શાહ (ઉ.૨૪ ધંધો- નોકરી રહે. અંકલેશ્વર બાલાજી કોમ્પલેક્ષ એફ-૩ કેશવ પાર્ક આશીષ શેઠ ના મકાનમાં ભાડેથી મુળ ગામ ડુમવલીયા ડીહ ગામ નારેનાપુર, પશ્ચિમ ચંપારણ બીહાર)ને પકડી લઇ ૧૦૧ ઇન્જેકશન કબ્જે કર્યા હતાં.

અંકલેશ્વરની લેબમાંથી ઇન્જેકશન ચોરી જેતપુર મોકલાતાં હોવાનું પણ ખુલ્યું હતું. સુરતનો હાર્દિક આ ઇન્જેકશનની સપ્લાય કરતો હતો. પોલીસ જેતપુર, સુરત અને અંકલેશ્વર તરફ તપાસમાં ગઇ છે. તમામ આરોપીના રિમાન્ડ આવતી કાલે પુરા થશે. પીઆઇ આર. આવ. રાવલ, પીએસઆઇ એમ. એસ. અંસારી અને ટીમ વધુ તપાસ કરે છે.

(4:27 pm IST)