Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

માં કાર્ડની કામગીરી તાકિદે શરૂ કરોઃ કોંગ્રેસ

મુખ્યમંત્રી અમૃતમ કાર્ડના વિવિધ પ્રશ્ને યોગ્ય કરવા મ્યુ.કોર્પોરેશનના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી તથા શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપુત દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

રાજકોટ તા. ર : રાજકોટ સહિત સમગ્ર ગુજરાત રાજયમાં મુખ્યમંત્રી અમૃતમ કાર્ડની કામગીરી બંધ છે ત્યારે તાકીદે ચાલુ કરવા અને કોરોના દર્દીઓની ટ્રીટમેન્ટમાં આ યોજનાનું કાર્ડ ઉપયોગમાં લેવા સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી તથા પૂર્વ પ્રમુખ મહેશ રાજપુતે મુખ્યમંત્રીને પત્ર પાઠવી આ અંગે યોગ્ય કરવા રજુઆત કરી છે.

આ અંગે કોંગ્રી વિપક્ષ નેતા અને શહેર કોંગરેસના યુવા પ્રમુખે પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું માં કાર્ડ કાઢવાની કામગીરી ખાનગી એજન્સીને ટર્મિનેટ કરવાને કારણે સમગ્ર રાજયમાં કમાગીરી બંધ થયેલ છે. હાલમાં ઘણા બધા દર્દીનારાયણને હેરાન-પરેશાન થવું પડયું છે અનેક લોકોને આ યોજનાનો લાભ મળ્યો ન હોવાથી નાના-મોટા ઓપરેશન દાકતરી સેવાનો લાભ, મળ્યો નથી તેમજ દર્દીઓમાં ભારે દેકારો બોલી ગયો છે. રાજકોટ શહેરમાં પ આરોગ્ય કેન્દ્રમાં આ યોજનાના કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવતી હતી અને રોજના ૪૦૦ થી પ૦૦ લોકોના કાર્ડ કાઢવામાં આવતા હતા આ કામગીરી બંધ થતા ભારે દોડધામ મચી જવા પામી છે. ત્યારે કોરોના કાળમાં રાજય સરકારે આ યોજનાનું કાર્ડ ચલાવવા રાજય સરકારે આદેશ કર્યો હોય અને સારવાર નિઃશુલ્ક કરવામાં આવશે તેવી જાહેરાત પણ સરકાર દ્વારા અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા કરવામાં઼ આવેલ છે. ત્યારે શહેરની ઘણી હોસ્પીટલોમાં આ યોજનાનું કાર્ડ ચાલતુ નથી. તેવા આક્ષેપો કર્યા હતા. મુખ્યમંત્રી અમૃતમ યોજનાના કાર્ડ કઢાવવાની પ્રક્રિયા તુરંત શરૂ કરી દેવામાં આવે અને કોરોના દર્દીઓની ટ્રીટમેન્ટમાં આ યોજનાના કાર્ડ તાકિદે શરૂ કરવા ભાનુબેન સોરાણી તથા મહેશ રાજપુતે માંગ કરી છે.

(4:30 pm IST)