Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

શહેર ભાજપના વિવિધ મોરચાઓના પ્રમુખ-મહામંત્રી જાહેર કરતા કમલેશ મિરાણી

મહિલા મોરચાના પ્રમુખ -કિરણબેન માકડીયા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ -લલીત વાડોલીયા, અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ -મહેશ અઘેરા, કિસાન મોરચાના પ્રમુખ ભરત શીંગાળા તથા લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે યાકુબખાન પઠાણની વરણી : શુભકામના પાઠવતા આગેવાનો

રાજકોટ,તા. ૨: રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, સૌરાષ્ટ્ર ઝોન ઈન્ચાજ વિનોદભાઈ ચાવડા સાથે વિચાર–વિર્મશ અને રાજકોટ મહાનગરના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર તેમજ પ્રદેશના વિવિધ મોરચાઓના પ્રમુખશ્રીઓ સાથે સંકલન કરી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ શહેર ભાજપના  વિવિધ મોરચાઓના નવનિયુકત પ્રમુખ– મહામંત્રીની જાહેરાત કરેલ છે.

આ અંગે કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ તથા નરેન્દ્રસિંહ ઠાકુરએ જણાવેલ કે જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાઘ્યાયજીએ આપેલા મંત્ર અનુસાર જયા માનવી ત્યાં સુવિધા અને અંત્યોદયની ભાવના સાથે છેવાડાના માનવીનો વિકાસ થાય તે અનુસાર આજે ભાજપ સરકાર અનેકવિધ યોજનાઓ દ્વારા લોકોને

શહેર ભાજપના વિવિધ મોરચાઓની આ નવનિયુકત ટીમ સંગઠનને વધુ સુદૃઢ બનાવશે, ત્યારે મોરચાના નવનિયુકત હોદેદારોને  ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા,  ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ,નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચા પ્રભારી  અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, રાજુભાઈ અઘેરા,   સહીતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી. તેમ ભાજપ સતાવાર યાદીમાં જણાવ્યું છે.

(4:35 pm IST)