Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જેલમાંથી પેરોલ જંપ કરનારા કેદી ગેલા શીયાળીયાને માલવીયાનગર પોલીસે દબોચ્યો

રાજકોટ તા. રઃ શહેરની સેન્ટ્રલ જેલમાંથી પેરોલ જંપ કરી છ મહિનાથી ફરાર કેદીને માલવીયાનગર પોલીસે લક્ષ્મીનગર રોડ ત્રીશુલ ચોક પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી વચગાળાના જામીન રજા પર છૂટયા બાદ હાજર ન થઇ ફરાર કેદીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સૂચના આપતા માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે. એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી. કે. ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ, યુવરાજસિંહ, દીગ્પાલસિંહ, કોન્સ. ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ કછોટ, કુલદીપસિંહ, હિતેષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે જેલમાંથી પેરોલ જંપ કરી છ માસથી ફરાર કેદી ગેલા બીજલભાઇ શીયાળીયા (ઉ.વ. ૩૧) (રહે. કોઠારિયા સોલ્વન્ટ બજરંગ સોસાયટી શેરી નં. ૧૦) ને લક્ષ્મીનગર મેઇન રોડ ત્રીશુલ ચોકમાંથી ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

(3:52 pm IST)