Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

જંકશનની સિમરનનો સતત બીજા દિવસે આપઘાતનો પ્રયાસ

પિતાએ થોડા વર્ષ પછી મેરેજ કરવાનું કહેતાં માઠુ લાગ્‍યું : પરમ દિવસે રેલ્‍વેના પાટે જઇ ફિનાઇલ પીધુ'તું, ગત સાંજે હાથમાં છરીથી જાતે ઇજા પહોંચાડી

રાજકોટ તા. ૨: જંકશન પ્‍લોટ કો. ઓ. હા. સોસાયટી-૬માં સિંધી સમાજની ધર્મશાળા પાસે રહેતી સિમરન દિલીપભાઇ ચાવલા (ઉ.૧૮) નામની યુવતિએ ગત સાંજે પોતાની જાતે હાથમાં છરીથી ઇજા પહોંચાડી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

જો કે પોલીસ નિવેદન નોંધવા પહોંચી ત્‍યારે સિમરનને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઇ ચુકી  હતી. પરિવારજને કહ્યું હતું કે સિમરનને સિંધી સમાજના જ એક છોકરા સાથે લગ્ન કરવા છે. પરંતુ હાલમાં હજુ ઉમર નાની હોઇ થોડા વર્ષ પછી મેરેજ કરી દેવાશે તેમ કહેવાતાં તેણીને માઠુ લાગી જતાં પરમ દિવસે રાતે ઘરેથી નીકળી જઇ પોપટપરા રેલ્‍વે ટ્રેક પર જઇ ફિનાઇલ પી લીધું હતું. ગઇકાલે તેને ફરીથી સમજાવવામાં આવતાં માઠુ લાગી જતાં સાંજે હાથમાં છરીથી કાપા મારી લીધા હતાં.

(1:30 pm IST)