Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ભર ચોમાસે ગુરૂવારે ૨ અને શુક્રવારે ૪ વોર્ડમાં પાણીકાપ

રીપેરીંગના કારણે વોર્ડ નં. ૭,૧૩,૧૪, ૧૭નાં ગુરૂપ્રસાદ સોસાયટી, રામનગર, ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ, ઢેબર રોડ, પપૈયાવાડી, વાણીયાવાડી, નારાયણનગર, ગીતાંજલી સોસાયટી વગેરે વિસ્‍તારમાં થશે અસર

રાજકોટ,તા.૨ : ભર ચોમાસે શહેરમાં વધુ એક વખત શહેરના વોર્ડના વોર્ડ નં. ૭,૧૩માં ગુરૂકુળ હેડ વર્કસ હેઠળ આવતા ગોંડલ રોડના વિસ્‍તારોમાં તથા ગુરૂવારે, શુક્રવારે ઢેબર રોડના વોર્ડનં. ૭,૧૪, તથા ૧૭માં પાણી વિતરણ બંધની મનપાના વોટર વર્કસ શાખા દ્વારા સત્તવાર જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ભાદર યોજના આધારીત રીબડા ફિલ્‍ટર પ્‍લાન્‍ટ થી ગુરુકુળ પમ્‍પીંગ સ્‍ટેશનની વચ્‍ચે ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપની સામે ૯૦૦ એમ.એમ.ની પાઇપ લાઇન પર નવો બટરફલાય વાલ્‍વ મુકવાની કામગીરી સબબ તા.૦૪ ઓગષ્‍ટ, ગુરુવારના રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્‍તારોમાં ગોંડલ રોડના વોર્ડ નં. ૭ પાર્ટ, ૧૩ (પાર્ટ), અને તા.૦૫ ઓગષ્‍ટ, શુક્રવારના રોજ ઢેબર રોડના (વોર્ડ નં.૦૭ પાર્ટ, ૧૪ પાર્ટ, ૧૭ પાર્ટ), માં પાણી વિતરણ બંધ રહેશે.

ક્‍યાં ક્‍યાં અસર થશે?

ગુરૂવારે તા.૪નાં ગુરૂકુળ ગોંડલ રોડ તરફના વોર્ડ નં. ૧૩નાં નવલનગર, કળષ્‍ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુ-સાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્‍લોટ, સ્‍વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવાન પ્‍લોટ તથા તા. ૫નાં ગુરૂકુળ ઢેબર રોડ તરફ  શુક્રવારે વોર્ડ નં. ૭ના ભક્‍તિનગર પ્‍લોટ, વિજય પ્‍લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરે ૧૪ નાં વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્‍તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્‍ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્‍લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમળત પાર્ક તેમજ વોર્ડ નં. ૧૭ ના નારાયણ નગર ભાગ-૧,૨, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-૧,૨,૩, હસનવાડી ભાગ-૧,૨, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્‍દીરાનગર ૧,૨, મેઘાણીનગર, ન્‍યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચાવાળો ભાગમાં પાણી વિતરણ બંધ રહેશે.

(3:43 pm IST)