Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ એલીટ દ્વારા યોજાયો મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ

૭૨૦ યુનિટ બ્‍લડ એકત્રઃ રકતદાતાઓને લક્કી ડ્રોથી ટી.વી., ફ્રીજ, સોના-ચાંદીની ગીની એનાયત

રાજકોટઃ જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ એલીટ દ્વારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ રેડકોર્ષ બ્‍લડ બેન્‍ક, ફીલ્‍ડ માર્શલ બ્‍લડ બેન્‍ક અને સીવીલ હોસ્‍પિટલ બ્‍લડ બેન્‍કનાં સહયોગથી  યોજવામાં આવેલ. આ મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં શ્રીમતી વિભાબેન હિતેશભાઈ મહેતાનાં સ્‍મરણાર્થે માતુશ્રી ગુલાબબેન અનીલભાઈ મહેતા પરિવાર તેમજ શ્રી મનહરલાલ વર્ધમાનભાઈ સંઘવી, સ્‍વ.હર્ષદભાઈ ભુપતરાય સંઘવી તેમજ ઈન્‍દુભાઈ વોરા (વોરા ફાઉન્‍ડેશન) સહયોગી દાતા તેમજ લક્કી ડ્રો દ્વારા ૧૧ ભાગ્‍યશાળી રકતદાતાને ૨ સોનાની અને ૯ ચાંદીની ગીની આપવામાં આવેલ હતી. આ બ્‍લડ ડોનેશન કેમ્‍પનાં મેડીકલ પાર્ટનર સ્‍ટાર સિનર્જી દ્વારા બી.એમ.ડી., આર.બી.એસ., હાઈટ, વેઈટ, બ્‍લડપ્રેશર તેમજ ફીઝીશ્‍યન ડોકટરનું કન્‍સલ્‍ટન્‍ટ તદ્‌ન નિઃશુલ્‍ક કરી આપવામાં આવેલ. જેમાં ૨૫૦ થી વધુ લોકોએ લાભ લીધેલ હતો. તેમજ કોરોનાની સામે રક્ષણ આપતી વેકસીન તેમજ બુસ્‍ટર ડોઝની પણ વ્‍યવસ્‍થા આ કેમ્‍પમાં કરવામાં આવેલ જેમાં ૨૦૦ થી પણ વધુ લોકોએ ડોઝ લીધેલ હતો. તેમજ એચ.ડી.એફ.સી બેન્‍ક દ્વારા આકર્ષક ગીફટ તેમજ સન્‍માન પત્ર પણ આપવામાં આવેલ હતા. આ મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પને સફળ બનાવવા જેન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્‍ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, યુવા, સેન્‍ટ્રલ, જેન જાગૃતિ સેન્‍ટર, દિગંબર જેન સોશ્‍યલ ગ્રુપ, જૈન યુવા જુનીયર તથા મીડટાઉન લેડીઝ વિંગ, સંગીની ડાઉનટાઉન, સંગીની એલીટ, જેન યુવા ગ્રુપ, વિશેષ સહકાર સાંપડયો છે. આ મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં ડો.પ્રદિપભાઈ ડવ , ડો.દર્શિતાબેન શાહ  ડેપ્‍યુટી મેયર, હરેશભાઈ વોરા - પૂર્વપ્રમુખ  JSGIF મનીષભાઈ દોશી - વાઈસ પ્રેસીડન્‍ટઃ JSGIF નિલેશભાઈ કામદાર - આઈ.ડી.-૧૫૬૧-સેજલભાઈ કોઠારી - વાઈસ ચેરમેન : સૌરાષ્ટ્ર રીજીયન, નિલેશભાઈ કોઠારી - સેક્રેટરી : સૌરાષ્ટ્ર રીજીયન, જીતુભાઈ કોઠારી - મહામંત્રીઃ રાજકોટ શહેર ભાજપ, રાજુભાઈ બાટવીયા, ઈન્‍દુભાઈ વોરા, નીતેશભાઈ કામદાર, અનીષભાઈ વાધર, અમીષભાઈ દેશાઈ - તપસ્‍વી ઈન્‍ટરનેશનલ સ્‍કુલ, પ્રતિકભાઈ સંઘાણી, ડો.દિપકભાઈ મહેતા, અમીનેશભાઈ રૂપાણી, વિમલભાઈ ધામી, ધુમિલભાઈ પારેખ, નિરાલીબેન પારેખ, મિતલભાઈ ખેતાણી, સેતુરભાઈ દેસાઈ, તેજસભાઈ બાવીસી, રાજુભાઈ પોબારૂ, મિલનભાઈ કોઠારી, ગોપી પટેલ, અનીલભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ વિગેરે મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. આ કેમ્‍પમાં રાજકોટની નામાંકિત શૈક્ષણિક સંસ્‍થા વીવીપી એન્‍જીિનયરીંગ કોલેજ, આત્‍મીય કોલેજ તેમજ ગીતાંજલી કોલેજનાં વિદ્યાર્થીઓ તથા મોટી ઈન્‍ડસ્‍ટ્રીઝનાં કર્મચારીઓ જોડાઈને રકતદાન કરેલ, આ મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં તમામ રક્‍તદાતાઓને આયોજકો તરફથી આકર્ષક ગીફટ , એક લાખની અકસ્‍માત વિમા પોલીસી તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ, પ્રિ રજીસ્‍ટ્રેશન કરાવનાર રકતદાતાશ્રીઓ વચ્‍ચે લક્કી ડ્રો દ્વારા ૪૦ ઈંચનું ટીવી રાજીવભાઈ દોશી, ૩૨ ઈંચનું ટીવી અક્ષયભાઈ વસા તેમજ ૫૦ લીટરનું ફ્રીજ વિરલભાઈ વૈશ્‍ગવને ગીફટ તરીકે વિજેતા જાહેર કરેલ. આ ઉપરાંત લક્કી ડ્રો દ્વારા ૧૧ રકતદાતાઓને સોનાની ગીનીમાં મનીષભાઈ દોશી તેમજ મેહુલભાઈ શીશાંગીયા અને ૯ ચાંદીની ગીનીમાં ચેતનભાઈ જસાણી, તેજસભાઈ શાહ, જીતેન્‍દ્રભાઈ શેખલીયા, તેજસભાઈ શાહ, સેજલભાઈ કોઠારી, નિતીનભાઈ ચાવડા, મયુરભાઈ જોશી, કિશોરભાઈ ઉદેરીયા, મહમદ હનીફ સુમરાને જાહેર કરેલ, આ મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં સીવીલ હોસ્‍પિટલ બ્‍લડ બેન્‍ક તથા રેડક્રોસ બ્‍લડ બેન્‍કનો વિશેષ સહયોગ મળેલ છે. આ મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં જૈન સોશ્‍યલ ગ્રુપ રાજકોટ એલીટનાં પ્રમુખ બકુલેશ મહેતા, તત્‍કાલીન નિવૃત પ્રમુખ ઉદય ગાંધી, સેક્રેટરી અભય દોશી, પ્રોજેકટ ચેરમેન ચેતનભાઈ પંચમીયા, કો-પ્રોજેક્‍ટ ચેરમેન જીજ્ઞેશ બોરડીયા, સંકલન કમીટીનાં ઉપેન મોદી, મેહુલ દામાણી તેમજ પ્રોજેકટ કમીટીના પરાગ મહેતા, રૂષભ શેઠ, ધવલ શાહ, નિપેશ દેસાઇ, જીતુ પંચમીયા, જતીન શેઠ, આકાશ શાહ, ધવલ સંઘવી, વિમલ બાટવીયા, સુમેશ મહેતા સહીતનાં એ જહેમત ઉઠાવી હતી.

(3:46 pm IST)