Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

લોકમેળોઃ યાંત્રિકના ૪૪ સ્‍ટોલ ધારકોની હરરાજી અટકી ગઇઃ સ્‍ટોલ ઇચ્‍છુકો કલેકટર પાસે રજૂઆત અંગે દોડી ગયા

ટિકીટના ભાવ પ૦ અને ૭૦ કરી આપવાની માંગણીઃ દિલ્‍હીમાં ૧પ૦નો ભાવ છેઃ મોંઘવારી અમને પણ નડે છે

રાજકોટ તા. ર :.. લોકમેળાના યાંત્રિકના ૪૪ સ્‍ટોલની હરરાજી અટકી ગઇ છે, ભાવ વધારા અંગે જબરો વિવાદ થયો છે, સ્‍ટોલ ઇચ્‍છુકોએ કાં તો મેળાના ર દિવસ વધારી આપવા અથવા તો ટિકીટના ભાવ રૂા. પ૦ અને ૭૦ કરી આપવાની માંગણી કરી છે, હાલ બપોરે ર-૧પ વાગ્‍યે પણ હરરાજી અટકી ગઇ છે.
કલેકટરે ગઇકાલે ભાડા વધારવાની સાફ ના પાડી દેતા યાંત્રીક સ્‍ટોલ ઇચ્‍છુકો અટલ રહ્યા છે, કુલ ૪૪ સ્‍ટોલ સામે હરરાજીમાં ૭૭ લોકો મેદાનમાં છે, ભાવ વધારાની ફરી વખત માંગણી સાથે આ લોકો બપોરે  ર વાગ્‍યે કલેકટરને રજૂઆત કરવા કલેકટર કચેરીએ દોડી ગયા છે, સીટી પ્રાંત-૧ શ્રી ચૌધરી પણ પહોંચ્‍યા છે.
યાંત્રિક સ્‍ટોલ ઇચ્‍છુકોનું કહેવું છે કે દિલ્‍હીમાં ટિકીટનો ભાવ રૂા. ૧પ૦ છે, ગુજરાત સરકારનો જીઆર પણ રૂા. ૧૦૦ નો છે, મોંઘવારી અમને પણ નડે છે, કલેકટરશ્રી અમારી વિનંતી માન્‍ય રાખે તેવી અપેક્ષા છે.

 

(3:51 pm IST)