Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

એન્‍જી. એસો. દ્વારા સ્‍ટાર્ટઅપ સેમીનાર

એકસપોર્ટ-ઇમ્‍પોર્ટ અને સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન

રાજકોટ તા. રઃ ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય, ઇ.ઇ.પી.સી. ઇન્‍ડિયા, કોટક બેન્‍ક, રાજકોટ એન્‍જીનીયરીંગ એસોસીએશન તથા લઘુ ઉદ્યોગ ભારતીના સહયોગથી આ.ઇ.એ.ના ઓડીટરીયમ ખાતે સવારના પ્રથમ સેશનમાં ‘‘ઓપર્ચ્‍યુનીટી ઇન એન્‍જીનીયરીંગ એકસપોર્ટ એન્‍ડ ઇમ્‍પોર્ટ'' અંગે સેમીનાર યોજવામાં આવેલ. સ્‍વાગત પ્રવચન આર.ઇ.એ.ના ઉપ પ્રમુખ અને ઇ.ઇ.પી.સી. એન્‍જીનીયરીંગ એકસપોર્ટ કાઉન્‍શીલના સૌરાષ્‍ટ્ર કચ્‍છના કન્‍વીનર યશ રાઠોડ દ્વારા કરતાં સર્વે સહયોગી સંસ્‍થાઓનો તેમજ, ડાયસ ઉપર ઉપસ્‍થિત અધિકારીઓ, એસોસીએશનના હોદેદારગણ, ઉદ્યોગકાર મિત્રોને આવકારેલ. આ કાર્યક્રમમાં અંદાજે ૧પ૦ ઉદ્યોગકારોએ ભાગ લીધેલ તે માટે ખુશી વ્‍યકત કરેલ.

લઘુ ઉદ્યોગ ભારતી, રાજકોટના પ્રમુખ શ્રી જય માવાણીએ તેમના પ્રાસંગિક વકતવ્‍યમાં જણાવેલ કે ઉદ્યોગકારોએ સરકારી કામગીરી અને યોજના અંગે સંપૂર્ણ જાણકારી મેળવવા માટે આવા કાર્યક્રમ ખુબજ ઉપયોગી થાય છે તો તેનો દરેકે લાભ લેવા આગળ આવવું જરૂરી છે જેથી કરીને સરકારી કચેરીઅ ને એજન્‍સી સાથે પરામર્સ કરવામાં અનુકુળતા રહે અને જે ઉદ્યોગના વિકાસ માટે જરૂરી પણ છે તેમ તેઓએ પોતાના ઉદબોધનમાં જણાવેલ.

જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના નાયબ ઉદ્યોગ કમિશ્‍નર અને જનરલ મેનેજરરી કે. વી. મોરીએ ગુજરાત સરકાર દ્વારા રાજયના ઉદ્યોગનો વિકાસ થાય. રોજગારીમાં વૃધ્‍ધિ થાોય તે આશયે વખતો વખત ઉદ્યોગ નીતિ જાહેર કરવામાં આવતી હોય છે. પ્રવર્તમાન સમયમાં વર્ષ ર૦૦૦ ની ઉદ્યોગ નીતિ તા. ૦૧-૦૯-ર૦ર૦ થી પાંચ વર્ષના સમયગાળા માટે માઇક્રો, સ્‍મોલ અને મીડીયમ એન્‍ટરપ્રાઇઝ (MSME)ને સહાયની યોજના તાલુકા કક્ષાએ ત્રણ કેટેગરીમાં અમલમાં મૂકવામાં આવેલ છે. તેની જાણકારી આપેલ.

ડી.જી.એફ.ટી. કચેરી રાજકોટના જોઇન્‍ટ ડાયરેકટર જે. એમ. બિસનોઇ દ્વારા નિકાસને પ્રોત્‍સાહિત કરવાની ભારત સરકારશ્રીની નીતિ અંગે વિગતમાં સમજણ આપેલ. નિકાસ માટે આપવામાં આવતા સર્ટીફીકેટ અંગે ચર્ચા કરતાં જણાવેલ કે આ સર્ટિફિકેટ જેવા કે ફ્રી સેલ્‍સ સર્ટિફિકેટ, સ્‍ટાર હાઉસ ઓફ પ્રોડકટ્‍સ વિ. નિકાસ માટે ખુબજ ઉપયોગી હોય તે ડી.જી.એફ.ટી. કચેરીમાંથી મેળવી લેવા જણાવેલ.

કોટક મહિન્‍દ્રા બૈન્‍કના સીની. વાઇસ પ્રેસીડન્‍ટ અજય ભૂતે નિકાસને પ્રમોટ કરવા અનેક સવલતો આપવામાં આવે છે જેમાં એકસપોર્ટના વૃધ્‍ધી માટે વેલ્‍યુ એડેડ હેઠળ નાણાકીય સવલત આપવામાં આવે છે. ક્રેડિટ-ડેબીટ કાર્ડ પ્રોમોટર તેમજ તેમના એમ્‍પ્‍લોયીને આપવામાં આવે છે, નેટ બેંકીંગ અને મોબાઇલ બેંકીંગ, કલેકશન અને પેમેન્‍ટ સોલ્‍યુશન, નિકાસકારોને બિઝનેશ બેંકીંગ સવલત, ટ્રેડ અને ફોરેકસ સોલ્‍યુશન, ડિજીટલ બિઝનેશ બેંકીંગ સોલ્‍યુશનના માધ્‍યમથી પેપરલેશ કાર્ય પધ્‍ધતિઓનો કન્‍સેપ્‍ટ અમલ કરાય છે. CBDT પેમેન્‍ટ સવલત વિ. ઉપર પ્રેઝન્‍ટેશન દ્વારા સમજણ આપેલ. હાલ દેશના ફુગાવા તથા કાચામાલના ભાવ વધારાને કારણે ઉદ્યોગના વિકાસમાં રૂકાવટ આવેલ છે તેમાં રસિયા-યુક્રેન યુધ્‍ધની પણ અસર જોવા મળી રહેલ છે તેમ જણાવેલ.

પ્રથમ સેશનમાં એન્‍જીનીયરીંગ બિઝનીશ માટે નિકાસ અને આયાતમાં તક મેળવવા માટે જરૂરી પરિબળો અને પ્રયાસ ઉદ્યોગોએ જે કાળજી રાખવાની રહે તે વિષય ઉપર તજજ્ઞ શ્રી કેતન ચાંગાણીએ પોતાની સરળ ભાષામાં દાખલા દલીલ

 સાથે ખુબજ સુંદર રીતે સમજાવવાનો પ્રયાસ કરેલ.

ઇ.ઇ.પી.સી. ઇન્‍ડિયાના સૌરભ જોશી દ્વારા નિકાસકાર ઉદ્યોગના વિકાસમાં કઇ રીતે ઇ.ઇ.પી.સી. ઉપયોગી થાય છે તે અંગેની સમજણ અપાઇ હતી. બપોરે બાદના દ્વિતીય સેશન ભારત સરકારના વાણિજય મંત્રાલયના ઇ.ઇ.પી.સી. ઇન્‍ડિયા, રાજકોટ એન્‍જીનીયરીંગ એસોસીએશન તથા લઘુ ઉદ્યોગ ભારતી તથા કોટક બેન્‍કના સહયોગથી યોજવામાં આવેલ જેમાં ‘‘હાઉ ટુ સ્‍ટાર્ટ યો ઓવન સ્‍ટાટઅપ'' વિષય અંગે માર્ગદર્શન  કોર્પોરેટર ટ્રેઇનર, D & V બિઝનેશ કનસલ્‍ટીંગના તજજ્ઞ શ્રી વિશાલ સકસેના દ્વારા પ્રેઝનટેશનના માધ્‍યમથી આપવામાં આવેલ. સેમીનારમાં આભાર પ્રસ્‍તાવ આર.ઇ.એ.ના ઉપ પ્રમુખ અને ઇ.ઇ.પીસી. એન્‍જીનીયરીંગ એકસપોર્ટ કાઉન્‍શીલના સૌરાષ્‍ટ્ર-કચ્‍છના કન્‍વીનર યશ રાઠોડ દ્વારા કરવામાં આવેલ.

(3:57 pm IST)