Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

રાજકોટ જીલ્લામાં મકાન ભાડે આપતા પહેલા આટલું કરો

રાજકોટ : રાજકોટ કમિશ્નરેટ વિસતારમાં રહેણાંક/ઓદ્યોગીક  વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા અને બહારના રાજયોમાંથી અગર દેશ બહારથી આવતા અને કોઇનું મકાન ભાડે રાખીને રહેતા અસામાજીક તત્વોની અનિચ્છનીય પ્રવૃત્તિને અંકુશમાં લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં ભાડેથી મકાન, એકમો ભાડે આપતા માલીકો ઉપર રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર  વિસ્તારમાં તા. ૩૧-૧૦-૨૦૨૦ના ૨૪ કલાક સુધી એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી આ પ્રમાણે પ્રતિબંધ ફરમાવેલ છે.

કોઇ ઔદ્યોગિક માલિક અગર તો આ માટે આવા એકમ મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યકિત જયારે એકમ કે મકાન ભાડે આપે ત્યારે સંબંધિત પોલિસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યકિતને ભાડે આપી શકશે નહીં. ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત, અને સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય, તે અંગેની જરૂરી વિગતો નિયત પત્રકમાં જરૂરી માહિતી ભરી સંબંધિત પોલીસ સ્ટેશને મોકલી આપવાનું રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે

(11:20 am IST)